જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તાર પાસે રહેતી મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે બંને રેલનગર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં સવારે ટ્યુશનને જાય છે. ગત શનિવારે સવારના 9:30 વાગ્યે આસપાસ ટ્યુશન ક્લાસીસમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દીકરી કેમ ટ્યુશન આવી નથી? જેથી ફરિયાદીએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં તેમણે આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના બાદ સગીરાની માતાએ મીડિયા સમક્ષની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈની હોટલમાં પડધરીમાં રહેતો સાહિલ સંઘાર નામનો શખસ કામ કરતો હોય અને તે તેમની દીકરીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સગીરાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પોતાની મરજીથી ગઈ હોવાનું કહેતી હોવાનું જણાઈ રહ્યું હતું. બાદમાં જેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો તે સાહિલનો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ સાહિલ વિરુદ્ધ આક્ષેપ કરનાર અન્ય એક યુવતીનો વિડીયો પણ સામે આવ્યો હતો. જેને લઇ આ ઘટના ખૂબજ ચર્ચાસ્પદ બની હતી.
દરમિયાન પ્ર.નગર પોલીસ મથકની ટીમ સગીરાને શોધી કાઢવા માટે તપાસમાં હોય ત્યારે એવી માહિતી મળી હતી કે, સગીરા હાલ યુપીમાં છે જેથી પોલીસની ટીમ અહીંથી યુપી રવાના થઈ હતી. અહીં પહોંચી પોલીસે સગીરાને શોધી કાઢી સાહિલ નામના આ શખસને ઝડપી લઇ બંનેને રાજકોટ લાવવા માટે ટીમ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંનેને રાજકોટ લાવ્યા બાદ ખરેખર આ પ્રકરણમાં શું બન્યું તે અંગેની સચોટ હકીકત સામે આવશે.
સાહિલનો ભાઇ સગીરાને ભગાડી ગયો તો તે બંને પણ મળી આવ્યા
સાહિલનો ભાઇ થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હતો.જે અંગે પોલીસ ફરિયાદ થઇ હતી.પ્ર.નગર પોલીસની ટીમે સાહિલ ઉપરાંત તેના ભાઇ અને તે જે સગીરાને ભગાડી ગયો હતો તે પણ અહીં મળી આવી હતી.જેથી પોલીસ ચારેયને લઇ રાજકોટ આવવા રવાના થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીએ સિંહબાળને લડાવ્યા લાડ, દૂધ પીવડાવ્યું, ગેંડાને ગાજર ખવડાવ્યા
March 04, 2025 02:46 PMસેબીના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત, એફઆઈઆર પર રોક
March 04, 2025 02:44 PM૧૫ વર્ષની તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ
March 04, 2025 02:43 PMહવે ચીને અમેરિકન આયાત પર 10થી 15 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી
March 04, 2025 02:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech