વિશાળ કદના હનુમાનજીની ઉપસ્થિતિમાં ધારાસભ્ય સહિતના આમંત્રિત મહેમાનોએ હાથમાં ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા લગાવ્યા
સનાતન ધર્મમાં કેટલું વૈવિધ્ય છે અને છતાં કેટલી એકરૂપતા છે? તેની આછેરી ઝલક ગઈકાલે નવરાત્રીના પ્રથમ દિવસે જામનગરમાં નજરે ચડી હતી.
ગુરુવારે પ્રથમ નોરતું હતું. જામનગર શહેર છોટીકાશી તરીકે વિખ્યાત છે...અને નવરાત્રી એ આદ્યશક્તિની ઉપાસનાના દિવસો છે. ત્યારે શહેરના સાત રસ્તા પાસેના એમ. પી. શાહ કોમર્સ કોલેજના પટાંગણમાં રામનવમીની ઉજવણી સમા દ્રશ્યો સર્જાયા હતા.
રંગતાલી ગ્રુપના આયોજકો દ્વારા 'સહિયર નવરાત્રી મહોત્સવ' માં નોરતાંના શુભારંભને સાંપ્રત વર્ષ ને કેન્દ્રમાં રાખી અયોધ્યા - રામમંદિરની થીમ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો.
નવરાત્રીના પૂરા વિશાળ એરિનામાં ઊંચા ઊંચા ભગવા રંગના સનાતની ધ્વજ લહેરાતા હતા. સાઉન્ડ સિસ્ટમ પર સનાતન ધર્મના પોરસ ગીતો વાગતા હતા. દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવા ખેલૈયાઓ રામરાજ્ય સંબંધી સૂત્રો પોકારતા હતા.
સદીઓની પ્રતિક્ષા પછી અયોધ્યામાં નિર્મિત થયેલા રામમંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા દિન પ્રસંગે જેવો ઉત્સાહપ્રેરક માહોલ સર્જાયો હતો, તેવી જ ઝલક જોવા મળતી હતી.
આ ઉજવણી વચ્ચે મેદાનમાં એક વિશાળકાય અને કદાવર હનુમાનજીના પાત્રનું આગમન થયું. રામચંદ્રજીના પ્રીતિપાત્ર, અનન્ય ભક્ત અને કળિકાલના જાગતા દેવ મનાતા પવનસુતના હાથમાં હીરાજડિત ગદા ધારણ કરી એરિનામાં પ્રવેશની સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. હાજર નેતાગણ તથા બાળકોએ બજરંગબલીના આ પાત્ર સાથે તેમને વંદના કરતા હોય તેવી તસવીરો ખેંચાવી હતી.
આયોજકોની આ થીમ ખેલૈયાઓ તેમજ અન્ય દર્શકોને અત્યંત પસંદ આવી હતી. અને સમગ્ર નવરાત્રી પરિસરમાં 'જય શ્રી રામ' ના નારા ગુંજી ઉઠ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech