રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં દુર્ઘટનાની તપાસ કરી રહેલી રાજકોટ ક્રાઈમ બ્રાંચની સ્થાનિક સીટમાં રાજકોટ મહાપાલિકાના સસ્પેન્ડેડ પૂર્વ ટાઉનપ્લાનર એમ.ડી.સાગઠિયાના એક પછી એક કારનામા ખુલી રહ્યા છે. સાગઠિયાએ અિકાંડમાંથી બચવા માટે આ ઘટના બન્યાના બે દિવસ બાદ જ આખે આખી નવી બોગસ મિનિટસ બુક ઉભી કરી હતી. જે ધડાકો થતાં સાગઠિયા સામે બોગસ દસ્તાવેજી પૂરાવાઓ ઉભા કરવાનો વધુ એક ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પણ સાગઠિયાની મિલકતોની તપાસ કરી રહી છે. લાખો–કરોડોની કહેવાતી આ મિલકતોમાં પણ ટૂંક સમયમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાય તેવી સંભાવના છે. આમ, સાગઠિયા સામે હવે કાયદાનો ફંદો વધુ મજબૂત રીતે કસાયો છે.
ગત તા.૨૫ને શનિવારના રોજ ટીઆરપી ગેમ ઝોન બપોર બાદ ભડભડ સળગી ઉઠો હતો અને ૨૭ નિર્દેાષ લોકોએ ગેમ ઝોનના સંચાલકો અને તંત્રવાહકોના પાપે જીવ ગુમાવવા પડા હતા. જે દૂર્ઘટનાની ક્રાઈમ બ્રાંચ દ્રારા તપાસ આરંભાઈ હતી. પ્રારંભે ગેમ ઝોનના સંચાલકોની ધરપકડ કરાઈ ત્યાર બાદ આ ગેરકાયદે બાંધકામ નહીં તોડીને ફરજમાં બેદરકારી દાખવનાર મહાપાલિકાના એ સમયના ટીપીઓ સાગઠિયા અને તેમની નીચેના સ્ટાફની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. હાલ સાગઠિયા રિમાન્ડ પર છે. એ દરમિયાન સીટ દ્રારા ચાલી રહેલી તપાસમાં એવી કડી મળી હતી કે સાગઠિયાએ અિકાંડ થયાના બે દિવસ બાદ મકવાણા નામના કર્મચારી મારફતે ટાઉન પ્લાનિંગ ટેકિનકલ નામના વોટસએપ ગ્રુપમાં મેસેજ કરાવી ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતાં અધિકારીઓ–કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને તમામ પાસે સહીઓ લઈને આ ગેમ ઝોનને નોટિસ અપાયા બાદ પાડવા માટેની કાર્યવાહી સહિતની કામગીરી કરાતી રહી હોવાના બચાવનો પુરાવો ઉભો કર્યેા હતો. આ બોગસ મિનિટસ બુક સીટના ધ્યાને આવી હતી અને પૂછતાછમાં સમગ્ર કાંડ બહાર આવતાં સાગઠિયા અને તપાસમાં ખૂલે તેની સામે વધુ એક સરકારી બોગસ દસ્તાવેજી પૂરાવા ઉભા કરવાનો ગુનો નોંધ્યો છે. અત્યારે અિકાંડના ગુનામાં રિમાન્ડ પર રહેલા સાગઠિયાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી બોગસ મિનિટસ બુક ઉભી કરવાના આરોપમાં કબજો લઈને ધરપકડ કરાશે અને ફરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે.
સાગઠિયાએ પોતાના ૧૦ વર્ષથી વધુ સમયના કાર્યકાળ દરમિયાન વહિવટો થકી બહત્પ મોટી માલ–મિલકત, સંપત્તિ બનાવી હોવાની વાતોના પગલે રાય સ્તરેથી એસીબીની ટીમો પણ સક્રિય થઈ હતી. રાજકોટ આવીને ટીમો દ્રારા તપાસ કરાઈ હતી. સાગઠિયાના મિલકતોના દસ્તાવેજી પૂરાવાઓ એકત્રિત કરાયા હતા. મહાપાલિકા પાસેથી સાગઠિયાની ખરી આવક સબંધી વિગતો પણ મેળવાઈ હતી. સાગઠિયા તથા તેની સાથે સંકળાયેલા વ્યકિતઓને પણ એસીબી રડારમાં લઈને તપાસ કરી રહી છે. સાગઠિયા સામે એસીબીમાં પણ હવે લાખો–કરોડોની મિલકતો, સંપત્તિઓ બાબતે ગુનો નોંધાય તેવી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech