રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી ભીડભાડવાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનોની સ્થિતિ શુ છે તેની તપાસ હા ધરી છે. ત્યારે જેતપુર તાલુકા સેવા સદન ખાતે કે જ્યાં મામલતદાર સહિતની ૧૬ જેટલી જુદીજુદી કચેરીઓ આવેલ છે ત્યાં દરરોજ હજારો લોકો જુદાજુદા કામ માટે આવે છે. તે બિલ્ડીંગની જ્યારે આજકાલએ રીયાલીટી ચેક કરતા ફાયર સેફટીની ખસ્તા હાલતની જોવા મળી છે.
આ ત્રણ મજલાની ઇમારતમાં ચડવા ઉતરવા માટે એક જ સીડી છે અને ત્રીજો માળે તો કાટમાળી જ ભરેલ છે અને કાટમાળ પણ અગ્નિવાહક એટલે કે તરત જ આગ વિકરાળ બનાવી દયે તેવો પૂંઠા, ફાયબરની સીટ, કાગળના કોળા તેમજ પીવીસીના દરવાજા પડેલ છે. અને જો આગ લાગે તો તેને બુજવવા માટેની ફાયર સિસ્ટમ તો છે પણ તે ચાલે છે કે નહિ તે આ બિલ્ડીંગમાં બેસતા મામલતદાર કે જેની જવાબદારી અન્ય જગ્યાએ ફાયર સેફટી તપાસવાની છે તેની બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ તપાસી જ ન હોવાનું માલુમ પડ્યું હતું. ફાયર સેફટીના સાધનોમાં અગ્નિશામક સિલિન્ડરો છે તેની ડ્યુ ડેટ ૨૦૨૨ની છે અને પાણીનો મારો ચલાવવા માટેના પાઇપ લાઇનના વાલ્વ છે તે પણ જામ છે એટલે ખરા સમયે આ ફાયર સિસ્ટમ કામ ન જ લાગે તેવું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે.
તાલુકા સેવા સદનમાં ફાયર સેફટીની ખસતા હાલત અંગે મામલતદાર એમ.એસ. ભેંસાણીયાને પૂછતાં તેણે ઓનકેમેરા જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો પણ ઓફ કેમેરામાં જણાવેલ કે ફાયર સેફટીના સાધનો વિશે અમારી કોઈ જવાબદારી ની.
આમ, દુર્ઘટના ન બને તે માટે સલામતીના સાધનો તપાસવાની જે અધિકારીની જવાબદારી હોય તે અધિકારી જ જવાબદારીી હા ખંખેરી નાખતા હોય ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech