વિશ્વમાં વન અને વિકાસ વચ્ચે સંઘર્ષની ચચર્િ ઘણી જૂની છે. પરંતુ જળ પરિવર્તનના કારણે સામે આવી રહેલા દુષ્પરિણામોએ પલડુ જંગલોની અનિવાર્યતા તરફ નમાવ્યું છે. વનોનું સંરક્ષણ અને સંતુલિત વિકાસનો મોટો મુદ્દો છે. પરંતુ ભારતમાં વિકાસનો પગપેસારો જંગલોમાં થતો જોવા મળી રહ્યો છે. ગત 5 વર્ષમાં દેશના વિકાસના કાર્યો માટે લગભગ 95,725 હેક્ટર વનભૂમિની કુરબાની આપવામાં આવી છે. તેના માટે કેન્દ્ર સરકારે 8731 ડાયવર્ઝન (વનભૂમિને અન્ય કાર્યો માટે મુક્ત કરવી)ના પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10 ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે. ગુજરાત વન વિભાગના વાર્ષિક અહેવાલ ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટ્ક્સિ 2022-23 પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05 ટકા વિસ્તારમાં જંગલ છે.
જો કે, સરકારનો દાવો છે કે, તેના બદલામાં 1.82 લાખ હેક્ટર જમીનમાં તેની ભરપાઈ સ્વરૂપે વૃક્ષો વાવી વનીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ મોટો પ્રશ્ન આ વાક્યમાં છે કે, માનવી વૃક્ષ વાવી શકે જંગલ નહીં.
વનક્ષેત્રોમાં હાઈવે, બંધ, વીજળીની લાઈનો સહિત કેટલાક વિકાસના કાર્યો મોટા પાયે ચાલી રહ્યા છે. જે સાર્વજનિક રીતે મહત્વપૂર્ણ છે. પરંતુ ખનન માટે મોટા પાયા પર વનભૂમિના ડાયવર્ઝનના પ્રસ્તાનોને લીલી ઝંડી આપવામાં આવી છે. એપ્રિલ 2019થી માર્ચ 2024 સુધી 18,922 હેક્ટર વન ભૂમિના ખનનના 179 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. વનક્ષેત્રમાં મધ્યપ્રદેશમાં છત્તીસગઢમાં 11 અને રાજસ્થાનમાં 4 ખનન પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિકાસ કાર્યોના પ્રસ્તાવોની મંજુરીની સંખ્યા વધી રહી છે. 2019માં આ સંખ્યા 71 હતી જે 2023-24માં તે વધઈ 421 પર પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશમાં સૌથી વધુ ડાયવર્ઝન
મધ્યપ્રદેશમાં 909 પરિયોજનાઓ માટે સૌથી વધુ 22 હજાર 614 હેક્ટર જમીન પર ખનન કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં 274 પરિયોજના માટે અને છત્તીસગઢમાં 41 પરિયોજનાઓ માટે 3229 હેક્ટર વનભૂમિ પર ખનનની મંજૂરી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
February 24, 2025 11:45 AMમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech