સૌ.યુનિ. નવા કાયમી કુલપતિ તરીકે સચિન પરીખ, નીલાંબરીબેનનું બોલાતું નામ

  • June 10, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ઇન્ચાર્જ કુલપતિ થી ગાડું ગબડાવવામાં આવે છે પરંતુ હવે ટુક સમયમાં નવા કાયમી કુલપતિની નિમણૂક થાય તેવી શકયતા હોવાનું ગાંધીનગરના ટોચના આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.શિક્ષણ વિભાગના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત જે કોઈ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક બાકી છે તે તમામ યુનિવર્સિટીઓમાં આ દિશામાં પ્રક્રિયા શ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં નવા કાયમી કુલપતિ તરીકે પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણી પીડી માલવીયા કોલેજના પ્રિન્સીપાલ કમલેશભાઈ જાની, વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ નીલામબરીબેન દવે સહિત અનેક નામો બોલાતા હતા પરંતુ હવે તેમાં શોર્ટ લીસ્ટ કરીને વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ નીલામબરીબેન દવે ઉપરાંત નવા નામ તરીકે રાજકોટની વીવીપી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોકટર સચિનભાઈ પરીખનું નામ પણ બોલાવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ઉપરાંત જુનાગઢ, ભાવનગર સહિતની અનેક યુનિવર્સિટીઓમાં ફુલપતિની જગ્યા ખાલી પડી છે. ભાવનગર યુનિવર્સિટીમાં લોકસભાની ચૂંટણી પહેલા કુલપતિના નામની જાહેરાત થઈ હતી પરંતુ તેમણે જવાબદારી ન સંભાળતા ત્યાં ફરી નિમણૂક કરવામાં આવશે. સરકારે ગયા વર્ષે ન્યુ એયુકેશન પોલીસી અને આ વર્ષે પોર્ટલ મારફત રજીસ્ટ્રેશન કરાવીને એડમિશન આપવાની નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. પરંતુ આ બંને બાબતમાં અનેક યુનિવર્સિટીઓમાં કાયમી ફુલપતિ ન હોવાથી અમલવારીમાં ભારે સમસ્યા સર્જાવા પામતી હોય છે. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને લગતા અને અન્ય કામોમાં પણ મુશ્કેલી પડતી હોવાથી સરકારે હવે યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી કુલપતિઓની જગ્યા ભરવાની દિશામાં કામગીરી શ કરી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application