વેફર, શુધ્ધ ઘીમાં કેન્સર થાય તેવા કલર, સેકરીનમાં અલ્સર થાય તેવી ભેળસેળ: રૂ.૪.૫૦ લાખનો દંડ

  • May 13, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મુસ્કાન વેફર તેમજ જય દ્વારકાધીશ નાસ્તા ગૃહના ગાયના શુધ્ધ ઘીમાં કેન્સર થાય તેવા હાનિકારક કલરની ભેળસેળ તેમજ રિધ્ધી સિધ્ધિ ટ્રેડિંગના સેકરીનમાં અલ્સર કરાવે તેવા કાયદાથી પ્રતિબંધિત તત્વ ડુલસીનની ભેળસેળ મળતા આ ત્રણેય પેઢીઓને મ્યુનિસપલ કોર્ટે રૂ.૪.૫૦ લાખનો દંડ ફટકાર્યો છે તેમ સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.18-09-2017ના રોજ મુસ્કાન વેફર્સ સ્થળ: વિશ્વાસ ઇન્ડ. એસ્ટેટ, બાપુનગર મેઇન રોડ, જીલ્લા ગાર્ડન પાસે, રાજકોટ મુકામેથી કેળાની મસાલાવાળી લુઝ વેફરનો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત નોન પરમિટેડ પિન્ક એન્ડ ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ સિન્થેટિક ડાયઝની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં જ્યુ.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ તથા કલમ-૬૩ હેઠળ તકસીરવાન ઠરાવી ચામડિયા અનીષભાઈ મજીદભાઈ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને "કુલ રૂ.૧.૫૦ લાખનો દંડ તથા ટીલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટના દંડની સજા ફરમાવી છે અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ કર્યો છે.

જ્યારે અન્ય કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા તા.21-06-2014ના રોજ જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ સ્થળ: માધવ કોમ્પેલેક્ષ, પીજીવીસીએલ ઓફિસ સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી ગાયનું ઘી લુઝનો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત બી.આર.રીડિંગ ધારાધોરણ કરતા વધુ આર.એમ.વેલ્યુ ધારાધોરણ કરતા ઓછી તથા યલો કલર નોન પરમીટેડ ઓઇલ સોલ્યુએબલ ડાયની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી.કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઈ મસરીભાઈ જોગલ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને કુલ રૂ.૧ લાખ તથા ટીલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.

તદઉપરાંત ભેળસેળના અન્ય કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા તા.20-02-2016 ના રોજ રિધ્ધિ સિધ્ધી ટ્રેડિંગ કંપની સ્થળ: 8-9 રધુવીરપરા, પ્રેમ પ્રકાશ મંદિર પાછળ, રાજકોટ મુકામેથી સેકરીન (લુઝ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવા માટે પ્રતિબંધિત આર્ટિફિશિયલ સ્વીટનર ડુલસીનની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.એમ.રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી મહેશ પમનદાસ ચંદીરામાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને કુલ રૂ.૧ લાખ તથા ટીલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application