51થી વધુ મુસાફરોના ગ્રૂપ બુકીંગ ઉપર પણ એકસ્ટ્રા બસની સુવિધા અપાશે
દિવાળીના તહેવારને લઈને કોઈ મુસાફરોને આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે જામનગરના એસ.ટી. વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, ધ્રોલ, ખંભાળીયા અને જામજોધપુર એસ.ટી.ડેપો ખાતેથી વધુ 14 એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું છે, અને 51 મુસાફરો એક જ સ્થળના સાથે બુકીંગ કરાવશે તો તેમને એકસ્ટ્રા બસ ફાળવવાની સુવિધા અપાશે.
જામનગર માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.29/10/2024થી તા.10/11/2024 સુધી જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે.
આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી.નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી.બસોનો વધુમાં ઉપયોગ કરવા એસ.ટી. વિભાગ જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
દ્વારકા-જામનગર રૂટ પર ભાડુ રૂ.184, દ્વારકા-રાજકોટ માટે 249, દ્વારકા-પોરબંદર માટે 157, દ્વારકા- સોમનાથ માટે 263, દ્વારકા-જુનાગઢ માટે 238, જામનગર-દાહોદ માટે 395, જામનગર-સંજેલી માટે 382, જામનગર-જુનાગઢ માટે 190, જામનગર-ઝાલોદ માટે 388, ધ્રોળ- દાહોદ માટે 375, ધ્રોળ-મંડોર માટે 400, જામનગર-છોટાઉદેપુર માટે 388, ખંભાળિયા-દાહોદ માટે 425 તથા જામજોધપુર-દાહોદ આવવા જવા માટે રૂ.449 રૂપિયા ભાડુ નિર્ધિરિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech