ધોરાજી પાસે એસટી વિભાગના ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન ગાંધીનગર- પોરબંદર રૂટની એસટી બસને રોકી ચેક કરતા કંડકટર પાસે રહેલી થેલીમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી ટ્રાફિક ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે પોરબંદર રહેતા કંડક્ટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરમાં અમરનગર રોડ પર રહેતા અને જુનાગઢ એસટી વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામકુભાઇ બચુભાઈ ગીડા (ઉ.વ 56) દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે એસટી બસના કંડકટર કૌશિક મગનલાલ જોશી (રહે. પોરબંદર)નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ એસટી બસમાં બસ ટિકિટ અંગે ચેકિંગ માટે નીકળ્યા હતા. દરમિયાન ધોરાજીના સરદાર ચોક ખાતેથી નીકળતી એસટી બસ રોકી બસમાં બેઠેલા મુસાફરોની ટિકિટ ચેક કરતા હતા. દરમિયાન સવારે ચારેક વાગ્યે આસપાસ પોરબંદર બસ ડેપોની ગાંધીનગર- પોરબંદર રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8850 નીકળતા તેને રોકી મુસાફરોની ટિકિટ ચેક કરી હતી. જો કે તમામ મુસાફર પાસે ટિકિટ હતી.
દરમિયાન બસના કંડકટર કૌશિક મગનલાલ જોશી સીટ પર બેઠા હોય તેમના હાથમાં એક થેલી હોય તે થેલી બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે થેલીમાં દવા રાખી છે. પરંતુ શંકાસ્પદ જણાતા આ થેલીની તપાસ કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી આ બાબતે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બસમાં બેઠેલા મુસાફરોની અન્ય બસમાં બેસાડી તેઓને રવાના કયર્િ હતા ત્યારબાદ આ બાબતે કંડકટર કૌશિક મગનલાલ જોશી (ઉ.વ 54 રહે. પોરબંદર કડીયા પ્લોટ, ગેસ્ટ હાઉસ) પાસે વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે કંડકટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech