રાજકોટ લોકમેળામાં રાઇડ્સ માટે SOPનું ફરજીયાત કરવું પડશે પાલન : પોલીસ કમિશનર

  • August 23, 2024 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં લોકમેળામાં રાઇડ્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે રાજકોટ પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે મેળામાં રાઇડ્સ માટે ફરજીયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. મેળામાં ગેમ ઝોન અને રાઇડ્સ માટે ખાસ SOP બનાવવામાં આવી છે.  



​​​​​​​
લોકમેળાને લઈને તેનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે સરકારની SOP  મુજબ લોકમેળામાં રાઇડસમાં પાલન થયું હશે અને ટેકનિકલ કમિટી દ્વારા NOC આપવામાં આવી હશે તો જ પોલીસ ઓથોરિટી પરવાનગી આપશે અને તે પહેલા રાઈડસ ચાલુ થઈ શકશે નહીં. તેના માટે અલગ અલગ વિભાગને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો રહેશે. આ નિયમોમાં કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News