BREAKING NEWS

ફાયરિંગ કેસમાં સમીર ઉર્ફે મૂરઘાને સાથે SOG ટીમ તપાસ અર્થે યુપી દોડાવાઇ

  • November 19, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટીને ત્રણ પિસ્તોલ, 18 કાર્ટિસ, થાર કાર સહિત ઝડપી લીધા બાદ નવ દિવસના રિમાન્ડ મળતા સમીર ઉર્ફે મૂરઘાને સાથે રાખી ટીમ ઉત્તરપ્રદેશ દોડીગઇ છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગ ના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ ધરપકડ કર્યા બાદ વધુ એક જંગેશ્વરમાંથી અશરફ નાસિર શેખને ઝડપી લેતા કુલ ૯ આરોપી ઝડપાયા છે.


ઝડપાયેલ ત્રિપુટીની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીઓ વોન્ટેડ દરમિયાન ક્યાં ક્યાં નાસતા ફરતા હતા અને ક્યાં રોકાયા હતા તે અંગે પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે સમીર ઉર્ફે મુરઘો ઉત્તર પ્રદેશ ગયો હતો તેવી કબુલાત આપી હતી.


જેથી એસઓજી પીઆઇ એસ એમ જાડેજા ની સૂચનાથી પીએસઆઇ ઘાસુરા સહિતની એક ટીમ આરોપી સમીર ઉર્ફે મુરઘોને સાથે રાખી વધુ તપાસ અર્થે યુપી ખાતે દોડી ગઈ હતી જ્યાં આરોપી ક્યાં ક્યાં રોકાઈ ને આશરો મેળવ્યો હતો તે અંગે ખરાઈ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ પ્રકરણમાં મુરઘાગેંગના કુલ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગેંગનો સૂત્રધાર ગણાતો સંજય ઉર્ફે સંજલો ઉર્ફે સુલતાન હજુ પણ પોલીસ પક્કડથી દૂર હોવાનું અને રાત દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં જળકતો હોવાનું વિસ્તારમાં પણ ચોમેર ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application