એસએમસીએ સૌરાષ્ટ્ર્રમાં રોકાણ કયુ હોય એમ ગઇકાલે વધુ એક રેડ કરી હતી. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં ૩ રેડ કર્યા બાદ ગઇકાલે પણ એસએમસીએ મોરબીમાં દરોડા પાડયા હતાં. આ દરોડામાં શનાળા પાસે રાજપર રોડ પરથી ગોડાઉનના ટ્રેલરમાં દારૂનો જથ્થો પકડી પાડયો હતો. સાથે ૪ આરોપીને ઝડપી લીધા હતાં. જયારે અન્ય ૭ના નામ ખુલતા તેની શોધખોળ ચાલુ કરી દીધી છે.
મોરબી જીલ્લ ામાં જાણે સ્થાનીક પોલીસ કામગીરી ઉપર સવાલોનો મારો થઈ રહ્યો છે ત્યારે અવારનવાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલ મોરબીમાં રેડ કરી વિદેશી દા, કોલસા, અને ઓઈલનાં કૌભાંડ ઝડપી રહી છે ત્યારે ફરી એક વખત મોરબીના રાજપર રોડ સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી ગોડાઉનમાંથી વિદેશી દાની બોટલ નગં ૧૭૫૧૪ સાથે એક કરોડ થી વધુના મુદામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લ ા પોલીસને ઉંઘતી રાખી મોરબીના શનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમા દાનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાં વિદેશી દાનું કટીંગ ચાલુ હોય તે દરમ્યાન વિદેશી દાની બોટલ નગં –૧૭૫૧૪ કિં . ૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં . ૧,૧૧,૯૪,૨૧૨ ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચદં ગોદારા, દિનેશ પ્રેમારણ ગુ, પ્રવિન ભગીરથરામ રહે. બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય સાત ઈસમો અશોક પુનામારામ પુવાર, કમલેશ હનુમાનરામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર –કે.એ.–૦૧–એ.એમ–૪૫૨૩ નો ચાલક, અશોક લેલન ગાડી નં જીજે–૦૭–ટીયૂ–૫૧૩૧ નો માલિક તથા દાનો જથ્થો મોકલનાર શખ્સો વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech