રાજકોટ જિલ્લ ાની સરહદ ભેળસેળિયા ડિઝલ કે દારૂ, જુગાર અને આવા બે નંબરી ધંધાઓ માટેની સલામત સરહદ હોવાની વધુ એકવાર પ્રતિતિ થઈ રહી છે. રાજકોટ જિલ્લ ામાં બેરોકટોકપણે ધમધમી રહેલા ભેળસેળિયા ડિઝલના પંપો રાજકોટ જિલ્લ ા પોલીસને તો કયારેય નજરે નહીં પડા હોય પરંતુ એસએમસીએ પણ અત્યાર સુધી કોઈપણ કારણોસર લાજ કાઢા બાદ હવે દરોડા પાડવાનું શરૂ કયુ છે. જેતપુર પાસે અને ગોંડલ નજીક આવા ભેળસેળિયા ડિઝલના બે પંપો પર દરોડા પાડી ૧૦ શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
જેતપુર નજીક કાગવડ ચાર રસ્તા પાસે ગ્રાન્ડ ખોડલ હોટલ અને જય વચ્છરાજ હોટલની બાજુમાં ખુલ્લ ી જગ્યામાં ભેળસેળિયા ડિઝલનો પપં ધમધમી રહ્યો હોવાની માહિતીના આધારે ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઈ એ.વી.પટેલ તથા ટીમે દરોડો પાડો હતો. પપં પરથી સંચાલક ગોંડલનો ગીરીશ હસમુખભાઈ ઠાકર, રાજકોટના કુવાડવા રોડ પર રહેતા મૌલિક હસમુખભાઈ વ્યાસ, કાગવડના પ્રકાશ હરેશભાઈ ઘેડા, ગોંડલના ચંદન દિલીપભાઈ પાડલિયા, રાજકોટના કોઠારીયાના રહેવાસી અને ટ્રક લઈને ડિઝલ પૂરાવા આવેલો ટ્રક ચાલક શબ્બીર ઈસુબભાઈ સુમરા અને જેતપુરનો અન્ય એક ટ્રક સાથેનો ચાલક આદમ સુમરભાઈ દોઢીયાની ધરપકડ કરાઈ હતી. પેટ્રોલ પંપની માફક જ અહીં ભેળસેળિયા ડિઝલનો પપં ધમધમી રહ્યો હતો. અંડર ગ્રાઉન્ડ ત્રણ ટાંકીઓમાંથી રૂા.૧૮,૧૨,૨૪૦ની કિંમતનો ૨૫,૧૭૦ લિટર ભેળસેળિયા ડિઝલનો જથ્થો કબજે કરાયો હતો. આ ઉપરાંત જીજે–૧૧–વાય–૭૭૭૮ તેમજ જીજે–૦૧–ડીટી–૯૯૧૮ નંબરના બે ટ્રક અને બે કાર તેમજ રૂા.૫,૪૫,૭૧૦ની રોકડ રકમ અને ડિઝલ ભરી દેવા માટેના રૂા.૨ લાખની કિંમતના ચાર ડિસ્પેન્શર મશીન તથા બે જનરેટર મળી કુલ રૂા.૫૨,૦૭,૯૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બાયોડિઝલ સપ્લાય કરવામાં રાજકોટના કમલેશ ગણાત્રાનું નામ ખુલ્યું છે. આ પંપના ભાગીદાર તરીકે કુવાડવા રોડ ઉપર રહેતા હસમુખ ઉર્ફે ભનો ભુદરભાઈ વ્યાસ અને જૂનાગઢના સોયબ ઉર્ફે અચુ સલીમભાઈ સોલંકીનું નામ ખુલતા આ ત્રણેય ઈસમોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લ ાની હદમાં ગોંડલ નજીક જામવાડી પાસે કનૈયા હોટલ અને શ્રી રાજલ ટ્રેડર્સની નજીકના વિસ્તારમાં અન્ય એક આવો ભેળસેળિયા ડિઝલનો પપં ગઈકાલે પકડાયો છે. ત્યાં પણ જમીનમાં બે મોટા ટાંકાની સ્ટીલ ટેન્ક મુકીને ડિઝલનો જથ્થો સ્ટોર કરાતો હતો અને ત્રણ ડિસ્પેન્શર મશીન મારફતે આ ભેળસેળિયુ ડિઝલ સપ્લાય કરવામાં આવતું હતું. આ પપં પરથી રૂા.૫,૦૮,૦૦૦ની કિંમતનું ૭ હજાર લિટર ભેળસેળિયા ડિઝલનો જથ્થો, રૂા.૮.૩૦ લાખના બે ટેન્કર, કેસ કાઉન્ટીંગ મશીન અને ઈલેકટ્રીક મોટર, એક ટેન્કરનો ટાંકો મળી કુલ રૂા.૧૬,૫૬,૪૭૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
એસએમસીના પીએસઆઇ આઈ.એસ. રબારી તથા તેની ટીમે પાડેલા દરોડામાં આ પંપનો સંચાલક ગોંડલના સ્ટેશન રોડ, શેરી નં.૨માં રહેતા ભરત ભુદરજી બકરાણીયા નામનો શખ્સ તેમજ પપં પર ડિઝલનું વેચાણ કરનાર ગોંડલના વૃંદાવન પાર્ક–૨, શેરી નં.૧માં રહેતા સાવન રજનીકાંત સુરેજા તેમજ ટેન્કર ચાલક અમરેલીના ખત્રીવાડમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા અકીલ સતારભાઈ બીલખીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ ડિઝલનો જથ્થો રાજકોટના કમલેશ ગણાત્રા તથા અમદાવાદના દાણીલીમડાનો મહમદ તુફેલ, મહમદ તોફીક મેમણ નામના બન્ને ઈસમ સપ્લાય કરતા હોવાનું ખુલતા આ બન્ને સામે પણ ગુનો નોંધી બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી છે
રાજકોટ એલસીબી અને એસઓજી બન્ને પણ ધુતરાષ્ટ્ર્રની ભૂમિકામાં હતા?
રાજકોટ રૂરલ એલસીબી અને એસઓજીને ખુણે–ખાચકે વેચાતા બે–પાંચ બોટલ દારૂ કે છાના–છૂપલા બે–પાંચ વ્યકિત જૂગાર રમતા હોય તેવી બાતમી મળી જાય છે અને દરોડા પાડે છે તે સારી બાબત છે. આ બન્ને એજન્સીઓ જો સ્થાનિક પોલીસ મંજૂરી આપીને કોઈ ગેરરીતિ ચાલવા દેતી હોય તો તેના પર નજર રાખવાનું અને આવી ગેરરીતિઓ પર દરોડા પાડવાનું કે બધં કરાવવાનું કામ આ બન્ને એજન્સીઓનું હોય છે. રાજકોટ રૂરલ પોલીસની હદમાં ખુલ્લ ેઆમ આ બન્ને પંપો ધમધમી રહ્યા હતા. આમ છતા એલસીબી અને એસઓજીને કેમ ધ્યાન ન પડુ?ં તે પણ આર્યજનક છે. ગોંડલ અને વિરપુર પોલીસની સાથે એલસીબી તથા એસઓજી બન્ને પણ ધુતરાષ્ટ્ર્રની ભૂમિકામાં હતા કે શું? તેવી ચર્ચા ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech