સાયલા પંથકમાં ખનિજ ખનન કરનાર વોન્ટેડ પિતા-પુત્રને એસએમસીએ પકડયા

  • March 21, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરનું સાયલા પંથક ખનિજ ખનન માટેનું ખનિજ માફિયાઓ માટે હોટસ્પોટ જેવું છે. રેતી, માટી, કાળા પથ્થરની લાખો કરોડોનું બેફામ ખનન, ચોરી થતી રહે છે. ડમ્પરો ૨૪ કલાક દોડતા રહે છે. એસએમસીએ સાયલામાં ખનિજ ખનનમાં છ માસથી વોન્ટેડ પિતા-પુત્રને અમદાવાદ ખાતેથી પકડી પાડી બન્નેની પૂછતાછ આરંભી છે. સાયલા પોલીસ મથકમાં આઈપીસી ધ માઈન્સ એન્ડ મીનરલ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) ગુજરાત મીનરલ (પ્રિવેન્શન ઓફ ઈલિગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) ‚લ્સ ૨૦૧૬ એકસપ્લોઝિવ એકટ તથા આર્મ્સ એકટ હેઠળ દાખલ થયેલા સાત ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચલાવાઈ રહી છે અને ગુનાઓની ગંભીરતાને લઈને સીટની રચના કરાઈ છે.
​​​​​​​
સાયલાના સુદામડા ગામે ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા પિતા-પુત્ર સોતાજ હરિસિંહ યાદવ, પુત્ર કુલદિત બન્ને સામે ખનિજ ખનન આરોપસર ગુના નોંધાયા હતા. બન્ને છ માસથી એસએમસીથી બચવા ભાગતા ફરતા હતા. એસએમસી વડા આર.બી.બ્રહ્મભટ્ટ તથા એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તળે ચાલી રહેલી તપાસમાં ડીવાયએસપી કે.ટી.કામરિયાની રાહબરી હેઠળ ટીમ દ્વારા બન્નેને ઝડપી લેવા મુહિમ તેજ બનાવાઈ હતી. બન્ને અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પસાર થવાના હોવાની માહિતીના આધારે પિતા-પુત્રની જોડીને ઝડપી લેવાઈ હતી.
બન્ને સાથે ખનનમાં અન્ય કોની કોની સંડોવણી, કોઈ મોટા માથાઓના ઈસારે લાખોનું ખનિજ ખનન થતું હતું કે કેમ? સહિતના મુદ્દે બન્નેની પૂછતાછ સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
બંને દા‚માં નહીં પણ ખનીજ ખનન આરોપમાં પકડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application