મોરબી નજીક લજાઈ પાસે કમ્ર્ફટ હોટલમાં પકડાયેલા હાઈપ્રોફાઈલ જુગારકાંડમાં સ્થાનિક અને ત્યાર બાદ રેંજ લેવલે થયેલા મોટા વહીવટની રાજકીય ફરિયાદ ગાંધીનગર સુધી ગુંજતા સ્પે. કેસમાં એસએમસીના પ્રામાણીક મનાતા એસપી નિર્લિરાયને સત્ય શું છે તે શોધવા અપાયેલી તપાસમાં સ્થાનિક લેવલના ઉચ્ચ અધિકારીઓ સુધી રેલો આવે તેવી સંભાવના પોલીસ બેડામાં ઉઠી છે.
ટંકારા પોલીસની હદમાં આવતી આ હોટલમાં ગત તા.૨૫ના રોજ ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહીલે ટીમ સાથે દરોડો પાડીને ૧૨ લાખની રોકડ, કાર મળી ૬૩ લાખના મુદ્દામાલ સાથે મોરબી, રાજકોટના મોટા ધંધાર્થીઓ મહાજનને પકડી પાડયા હતા. આ તમામને દરોડા બાદ રાતોરાત મુકત કરી દેવાયા હતા. જે તે સમયે બધાને તાત્કાલીક જવા દેવા માટે એકાદ ખોખાનું જમણ થયું હોવાની વાત વહેતી થઈ હતી. આ દરોડામાં પીઆઈ વાય.કે.ગોહીલની રેંજ આઈજી અશોકકુમાર યાદવે બદલી કરી હતી અને કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીને જિલ્લ ા બહાર દ્રારકા મુકી દેવાયા હતા. રેંજ આઈજી લેવલે આ તપાસ લીમડી ડીવાયએસપીને સોંપવામાં આવી હતી.
તપાસ પુર્ણ થઈ પરંતુ જે તે સમયે દરોડામાં એક વ્યકિતએ પોતાનું નામ છુપાવ્યું હતું. સત્ય નામ બહાર આવતા દરોડામાં જેનું નામ ખોટું લખાવ્યું હતું તે વ્યકિત મોરબીના એક રાજકીય મોટામાથાનો નજીકનો વ્યકિત હતો. રેંજ આઈજી લેવલે થયેલી તપાસમાં પણ જુગારમાં પકડાયેલાઓના નિવેદનોથી લઈ કાર્યવાહીના નામે મોટો લાખેણો કડદો થઈ ગયો હોવાની ચર્ચા ઉઠી હતી. આ સમગ્ર મામલો મોરબીના રાજકીય મોટામાથાએ ગાંધીનગર સુધી ગજાવ્યો હતોે. જેને લઈને એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી. એસએમસીના એસપી નિર્લિ રાય અને અન્ય અધિકારીઓ સાથેના ૪૦થી વધુના કાફલાએ બે દિવસ મોરબી અને હોટલ ખાતે ધામા નાખીને તપાસનો ધમધમાટ શરૂ કયર્ો હતો. હોટલ પર ૬ કલાક સુધી રોકાઈને ફત્પટેજ મેળવ્યા હતા. હોટલના વેઈટરથી લઈ મેનેજર સુધીના કર્મચારીઓને કલાકો સુધી બેસાડીને પુછપરછ કરાઈ હતી. નિવેદનો પુરાવા મેળવાયા હતા અને ટીમ ગાંધીનગર રવાના થઈ હતી.એક એવી વાત છે કે, જે તે સમયે દરોડામાં જામીન પડેલા વ્યકિતઓને ગાંધીનગર બોલાવાયા છે. સમગ્ર તપાસનો રીપોર્ટ પોલીસ વડાને સોંપવામાં આવશે. આ રીપોર્ટ પરથી ગાંધીનગરના આદેશ કદાચીત સ્થાનિક લેવલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવા સુધીના છુટે અથવા તો આ અધિકારીઓની બદલી પણ આવી શકેની સંભાવના કે ચર્ચા પોલીસના જાણકાર વર્તુળોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech