શેરબજાર ગગડતા એસઆઇપી રિટર્ન ઘટ્યું: 3 મહિનામાં 14 ટકાનું નુકસાન

  • January 31, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજાર તૂટવાનું ચાલુ છે અને સેન્સેક્સ ગત વર્ષે સપ્ટેમ્બરમાં 85,978ના ટોચના સ્તરથી લગભગ 10,500 પોઈન્ટ અથવા 12 ટકા ઘટીને 75,350ના સ્તરની આસપાસ પહોંચી ગયો છે. એ જ રીતે, નિફ્ટી સપ્ટેમ્બરના ટોચના 26277થી 3450 પોઈન્ટ અથવા 13 ટકા ઘટીને 22827ના સ્તરે પહોંચ્યો છે. બજારમાં આ ઘટાડાની અસર હવે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 3 મહિનામાં 40થી વધુ આવી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે જેમાં 10 થી 15 ટકા નેગેટિવ વળતર આપ્યું છે. પ્રશ્ન એ છે કે જ્યારે તમારી એસઆઈપી નેગેટિવ વળતર આપવાનું શરૂ કરે અથવા નુકસાન કરવાનું શરૂ કરે ત્યારે શું કરવું જોઈએ?
બીપીએન ફિનકેપ્ના ડિરેક્ટર એ.કે. નિગમે કહ્યું કે, આ પહેલી વાર નથી અને છેલ્લી વાર પણ નહીં હોય જ્યારે તમે બજારોમાં આટલો ઘટાડો જોશો. આ વખતે બજારમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ ચૂંટણી, એફઆઇઆઇનું વેચાણ અને ઓછી કોર્પોરેટ કમાણી છે. દર વખતે એવું લાગે છે કે આ વખતે જોખમો વાસ્તવિક છે અને બજારો સુધરશે નહીં, પરંતુ એવું નથી. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો બજારો રોકાણકારોની અપેક્ષાઓ કરતાં ઘણી ઝડપથી સુધયર્િ છે.
તો પ્રશ્ન એ છે કે, હવે શું કરવું જોઈએ? નિગમ સૂચન કરે છે કે, બજાર વિશે ચિંતા કરવાને બદલે યોગ્ય નિર્ણય લો. હાલમાં રોકાણ કરવાનો એક સુરક્ષિત રસ્તો એસઆઇપી છે. પરંતુ જો તમારી પાસે પહેલાથી જ એસઆઇપી છે તો એકવાર પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરો. રોકાણકારો હવે ઇક્વિટીલક્ષી ફંડ્સમાં એકસાથે રોકાણ કરવાનું પણ વિચારી શકે છે. બજારના તળિયાને જાણવું મુશ્કેલ છે અને આથી ટૂંકા ગાળામાં એકંદર રોકાણોના મૂલ્યમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ બજારમાં મંદી દરમિયાન કરવામાં આવેલા રોકાણો થોડા વર્ષો પછી શ્રેષ્ઠ વળતર આપે છે.
એસઆઈપી પોઝ એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક સુવિધા છે. જેમાં જો તમને અચાનક કટોકટીનો સામનો કરવો પડે છે તો તમારી એસઆઇપી બંધ કરવાને બદલે તમને થોડા દિવસો માટે રાહ જોવાની સુવિધા મળે છે. કેટલાક ફંડ હાઉસ 6 મહિના સુધી આ સુવિધા પૂરી પાડે છે. જ્યારે પરિસ્થિતિ યોગ્ય હોય ત્યારે તમે આ ચાલુ રાખી શકો છો. આના પર કોઈ વધારાનું વ્યાજ ચૂકવવું પડશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application