એસઆઈપી સતત બીજા મહિને 26,000 કરોડને પાર

  • February 13, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માસિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જાન્યુઆરીમાં 26,400 કરોડ રૂપિયા હતી. આ પહેલા ડિસેમ્બરમાં તે 26,459 કરોડ રૂપિયા હતી. આ સતત બીજી વખત છે જ્યારે માસિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો આંકડો રૂપિયા 26,000 કરોડને વટાવી ગયો છે. આ દશર્વિે છે કે રોકાણકારો શિસ્ત સાથે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે શેરબજારમાં સતત રોકાણ કરી રહ્યા છે. તમામ ઓપ્ન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં જાન્યુઆરીમાં 1.87 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જે ડિસેમ્બરમાં 80,509 કરોડ રૂપિયા હતું. તમામ ઓપ્ન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) જાન્યુઆરીમાં વધીને રૂપિયા 66.98 લાખ કરોડ થઈ છે, જે ડિસેમ્બરમાં 66.66 લાખ કરોડ રૂપિયાની એયુએમ કરતાં 0.49 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન હાઇબ્રિડ ફંડ્સમાં રૂપિયા 8,767.5 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ગયા મહિને રોકાણ 4,369.8 કરોડ રૂપિયા હતું.
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યામાં પણ વધારો થયો છે અને તે જાન્યુઆરીમાં વધીને 22.91 કરોડ થયો છે, જે ડિસેમ્બરમાં 22.50 કરોડ હતો. જોકે, જાન્યુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 39,687 કરોડ રૂપિયાનો ઈનફ્લો આવ્યો છે. જે ડિસેમ્બરના 41,155.9 કરોડ રૂપિયાના રોકાણ કરતાં 3.6 ટકા ઓછો છે. જાન્યુઆરી 2025માં લાર્જકેપમાં 3,063.3 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.
જાન્યુઆરીમાં ડેટ ફંડ્સમાં રેકોર્ડ 1.28 ટકા લાખ કરોડનું રોકાણ આવ્યું છે, જ્યારે ડિસેમ્બરમાં આ કેટેગરીમાં 1.27 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ 8,767.5 કરોડ રૂપિયા રહ્યું, જે અગાઉના મહિનામાં 4,369.8 કરોડ રૂપિયા હતું. આ કેટેગરીમાં સૌથી વધુ રોકાણ આર્બિટ્રેજ ફંડમાંથી આવ્યું છે, જેમાં 4,291.7 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application