એસબીઆઈએ પણ એફડીના વ્યાજના દરોમાં વધારો કયા

  • December 27, 2023 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર છ2 કરોડથી ઓછીની એફડી પર લાગુ થાય છે. નવો દર આજથી 27 ડિસેમ્બર 2023થી લાગુ થશે. આ સાથે, એસબીઆઈ ડિસેમ્બર 2023માં મુદતની થાપણો પર વ્યાજદર વધારનારી પાંચમી બેંક બની છે. બેંક ઓફ ઈન્ડિયા, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ડીસીબી બેંકે પણ આ મહિને તેમની મુદતની થાપણો પરના દરમાં વધારો કર્યો છે.

સાત દિવસથી પિસ્તાળીસ દિવસમાં પાકતી થાપણો માટે, એસબીઆઈએ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સ (બીપીએસ)નો વધારો કર્યો છે. હવે આ થાપણો પર તમને 3.50% ના વ્યાજ દર મળશે, 46 દિવસથી 179 દિવસ માટે, બેંકે 25બીપીએસનો દર વધાર્યો છે, અને તે 4.75% ના વ્યાજની ખાતરી આપશે. 180 દિવસથી 210 દિવસની મુદતવાળી મુદતની થાપણો પર, દરોમાં 50 નો વધારો કર્યો છે. આ એફડી પર 5.75% વ્યાજ મળશે. બેંકે 1 વર્ષથી ઓછી મુદત (6%) માટે 211 દિવસમાં 25 બીપીએસનો દર વધાર્યો છે. 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમયમાં પાકતી એફડી હવે 25 બીપીએસ વધુ આપશે.


નવા વ્યાજદર

7 દિવસથી 45 દિવસ 3.50%
46 દિવસથી 179 દિવસ 4.75%
180 દિવસથી 210 દિવસ 5.75%
211 દિવસથી 1 વર્ષથી ઓછા 6%
1 વર્ષથી 2 વર્ષથી ઓછા 6.80%
2 વર્ષથી 3 વર્ષથી ઓછા 7.00%
3 વર્ષથી 5 વર્ષથી ઓછા 6.75%
5 વર્ષ અને 10 વર્ષ સુધી 6.50%



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application