કેન્સરની વેકિસન બનાવ્યાનો રશિયાનો દાવ

  • December 18, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રશિયાએ દાવો કર્યેા છે કે તેણે કેન્સરની રસી બનાવી લીધી છે અને તે તમામ દર્દીઓને નિશુલ્ક આપવામાં આવશે. જો રશિયાના દાવા સાચા હોય તો આખી દુનિયા માટે આ રાહતના સમાચાર હશે.
આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યેા છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. રશિયાએ કહ્યું કે તેણે આજકાલ પ્રતિનિધિ
મોસ્કો
રશિયાએ દાવો કર્યેા છે કે તેણે કેન્સરની રસી બનાવી લીધી છે અને તે તમામ દર્દીઓને નિશુલ્ક આપવામાં આવશે. જો રશિયાના દાવા સાચા હોય તો આખી દુનિયા માટે આ રાહતના સમાચાર હશે.
આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યેા છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની રસી બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ થશે. રશિયન આરોગ્ય


મંત્રાલયે જાહેરાત કરી કે તેણે કેન્સર સામે એક રસી વિકસાવી છે જે ૨૦૨૫ ની શઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન સરકારી સમાચાર એજન્સી ટીએએસએસ અનુસાર, રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેકટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ રસી વિશે માહિતી આપી હતી.
મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેકટર એલેકઝાન્ડર ગિન્ટસબર્ગે અગાઉ ટીએએસએસ ને જણાવ્યું હતું કે રસી ગાંઠની વૃદ્ધિને અવરોધે છે અને કેન્સરને ફેલાતા અટકાવી શકે છે. દેખીતી રીતે આ રસીનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે તેના બદલે કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવશે. આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application