ભારતમાં 6 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે રશિયા

  • July 10, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને મોસ્કોએ વેપાર, ઉર્જા, આબોહવા અને સંશોધન સહિત વિવિધ ક્ષેત્રોમાં 9 કરારો પર કર્યા આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર સમજૂતી થઈ હતી, જેમાં રશિયાના સહયોગથી ભારતમાં 6 નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. રશિયાની પરમાણુ ઉર્જા એજન્સી રોસાટોમ ભારતને આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે. રશિયન એજન્સી કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપનામાં ભારતને મદદ કરી ચૂકી છે.


ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની મોસ્કો મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન ખાતે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અહીં ચાય પે ચચર્િ કરી હતી અને બાદમાં દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લીધો હતો જેમાં રશિયન સરકારની માલિકીની રોસાટોમે ભારતને 6 નવા પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરવાની ઓફર કરી હતી. આ સિવાય રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ભારત સાથે ફામર્,િ શિપબિલ્ડીંગ અને એજ્યુકેશન સેક્ટરમાં કરાર કર્યા છે.

રશિયાની બીજી સૌથી મોટી બેંકે ભારત સાથે બંને દેશો વચ્ચેનો વેપાર વધવાથી ચુકવણીના પ્રવાહને સરળ બનાવવાના પ્રયાસો પર વાત કરી હતી. રોસાટોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સાથે સહકારના નવા ક્ષેત્રો પર ચચર્િ કરવામાં આવી રહી છે - નવી સાઇટ પર રશિયન ડિઝાઇનના વધુ છ હાઇ સ્ટ્રેન્થના પરમાણુ એકમોનું નિમર્ણિ અને કેટલાક નાના પરમાણુ પાવર પ્લાન્ટના નિમર્ણિમાં ભારત સાથે સહયોગ કરવા અંગે અમારી વાતચીત થઈ છે. આ વર્ષે મે મહિનામાં રોસાટોમે ભારતને ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ અને સંચાલન માટે ટેક્નોલોજી ઓફર કરી હતી.


હાલમાં વિશ્વમાં રશિયા એકમાત્ર એવો દેશ છે જે પાણી પર તરતો પરમાણુ પાવર પ્લાન્ટ ધરાવે છે. આ ન્યુક્લિયર પ્લાન્ટને અકાડેમિક લોમોનોસોવ જહાજ પર એસેમ્બલ કરવામાં આવ્યો છે. રશિયાના પેવેકમાં વીજળીનો સપ્લાય આ તરતા પરમાણુ પાવર પ્લાન્ટથી કરવામાં આવી રહ્યો છે. પેવેક એ ઉત્તર આર્કટિકમાં સ્થિત રશિયાનું એક બંદર શહેર છે. રશિયા સિવાય અન્ય કોઈ દેશ હજુ સુધી તરતા પરમાણુ પાવર પ્લાન્ટની ટેક્નોલોજી વિકસાવી શક્યો નથી. આ પ્રકારના પ્લાન્ટમાંથી અંતરિયાળ વિસ્તારો કે દરિયામાં સ્થિત ટાપુઓને પણ અવિરત વીજળી પૂરી પાડી શકાય છે. રોસાટોમ અને ભારત ઉત્તરીય સમુદ્ર માર્ગની પરિવહન ક્ષમતા વિકસાવવા માટે પણ ચચર્િ કરી રહ્યા છે. આ દરિયાઈ માર્ગ નોર્વે સાથેની રશિયાની સરહદ નજીકના મુર્મન્સ્કથી પૂર્વ તરફ અલાસ્કા નજીક બેરિંગ સ્ટ્રેટ સુધી વિસ્તરે છે. આ દરિયાઈ માર્ગ ખાસ કરીને રશિયન તેલ, કોલસો અને પ્રવાહી કુદરતી ગેસના પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. રશિયા 2030 સુધીમાં એનએસઆર દ્વારા 150 મિલિયન મેટ્રિક ટન પરિવહન કરવાની આશા રાખે છે.
કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટએ ભારતનું સૌથી મોટું પરમાણુ પાવર સ્ટેશન છે, જે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુનેલવેલી જિલ્લાના કુડનકુલમમાં સ્થિત છે. આ પ્લાન્ટના પ્રથમ બે એકમોનું બાંધકામ લગભગ બે દાયકા પહેલા (માર્ચ 31, 2002) ભારત અને રશિયા વચ્ચેના કરાર હેઠળ શરૂ થયું હતું, પરંતુ સ્થાનિક માછીમારોના વિરોધને કારણે વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયન ડિઝાઈન કરેલા વીવીઇઆર-1000 રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી 6,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના છે. રશિયાની સરકારી કંપ્ની એટોમસ્ટ્રોયએક્સપોર્ટ અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સહયોગથી આ પ્લાન્ટમાં છ વીવીઇઆર -1000 રિએક્ટર બનાવવામાં આવનાર છે, જેમાંથી બે રિએક્ટરનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અહીંથી વીજળીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. યુનિટ 1 ને 22 ઓક્ટોબર 2013 ના રોજ સધર્ન પાવર ગ્રીડ સાથે સિંક્રનાઇઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે તેની 1000 મેગાવોટની રેટેડ ક્ષમતા સાથે વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે.


યુનિટ 2 નું કામ 10 જુલાઈ 2016 ના રોજ પૂર્ણ થયું હતું અને તે આ વર્ષે 29 ઓગસ્ટના રોજ પાવર ગ્રીડ સાથે સિંક્રનાઇઝ થયું હતું. 17 ફેબ્રુઆરી 2016ના રોજ યુનિટ 3 અને 4 ના બાંધકામ માટે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો અને બંને રિએક્ટર નિમર્ણિાધીન છે. આ ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર જનરેશન પ્લાન્ટ છે જે 2 જીડબલ્યુ વીજળીનું ઉત્પાદન કરે છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બંને એકમો વોટર-કૂલ્ડ, વોટર-મોડરેટેડ રિએક્ટર છે. 1979માં પ્રસ્તાવિત આ પ્રોજેક્ટનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો. જો કે, વર્ષ 2000 માં તેના પર ફરીથી કામ શરૂ થયું અને કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું નિમર્ણિ અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન શરૂ થયું. 2011 માં, કુડુકુલમ પ્લાન્ટની આસપાસ હજારો લોકોએ જાપાનમાં ફુકુશિમા દાઇચી પરમાણુ દુર્ઘટના સામે વિરોધ કર્યો. તેમણે તમિલનાડુમાં ફુકુશિમા જેવી પરમાણુ દુર્ઘટનાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. જો કે, 2012 માં, ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના વડા ડો. શ્રીકુમાર બેનજીર્એ આ પ્લાન્ટને વિશ્વના સૌથી સુરક્ષિત પરમાણુ પ્લાન્ટમાંના એક તરીકે વર્ણવ્યું હતું.

વર્ષ 2011 માં, એક જાહેર હિત અથવાકુડુકુલમ પ્લાન્ટમાં નવા રિએક્ટરના નિમર્ણિ અને સલામતીની ચિંતાઓનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી પહેલાથી સ્થાપિત રિએક્ટરમાંથી વીજ ઉત્પાદન બંધ કરવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. 24 ફેબ્રુઆરી 2012ના રોજ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પરમાણુ ઉર્જા પ્લાન્ટના વિરોધ પાછળ કેટલાક વિદેશી એનજીઑનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણ એનજીઓએ વિદેશી વિનિમય નિયમોનું ઉલ્લંઘન કરીને કુડુકુલમ પ્લાન્ટ સામે વિરોધ ભડકાવવા માટે ધાર્મિક અને સામાજિક કારણો માટે મળેલા દાનનો ઉપયોગ કર્યો હતો. મે 2013 માં, સુપ્રીમ કોર્ટે કુડુકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટની તરફેણમાં ચુકાદો આપ્યો, કહ્યું કે પરમાણુ પાવર પ્લાન્ટ જાહેર
હિતમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application