ડીસામાં ગાડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના ૨૧ શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતાં.આ ઘટના પડઘા રાજકોટમાં પણ પડયા છે. અગ્નિકાંડની આ ઘટના બાદ શહેરની મુખ્ય ફટાકડા બજાર એવા સદરમાં ફટકાડાની દુકાનમાં પોલીસ ચેકિંગ માટે ગઇ હતી.પરંતુ આ ઘટના બાદથી સદર બજારમાં ફટાકડાની દુકાનો બંધ જોવા મળી રહી છે.આજે સતત ચોથા દિવસે પણ સદર બજારમાં ફટાકડાની દુકાનોએ તાળા જોવા મળ્યા હતાં.લાયસન્સ ન હોવા ઉપરાંત જરૂરી નિયમોનું પાલન ન થતુ હોય દુકાનદારોએ દુકાન ન ખોલવાનો નિર્ણય લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ડીસામાં બ્લાસ્ટમાં ૨૧ શ્રમિકોના મોત થયા હતાં
ડીસામાં ફટકડાના ગેરકાયદે ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટ થતા એમ.પી.ના ૨૧ શ્રમિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજયમાં પડયા છે. રાજયમાં મોટા શહેરમાં ફટાકડાની દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય તેમજ જરૂરી નિમમોનું પાલન ન તો તેની સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.જેના ભાગરૂપે રાજકોટમાં પણ પ્ર.નગર પોલીસની ટીમ દ્વારા આ ઘટનાના બીજા દિવસે સદર બજારમાં આવેલી ફટાકડાની દુકાનોએ ચેકિંગ કાર્યવાહી કરાઇ હતી. પરંતુ પુર પહેલા પાડ બાંધી લેવાની વેપારીએ નીતિ અખત્યાર કરી લીધી હોય તેમ ડીસાની ઘટના બન્યાના બીજા દિવસથી જ સદરમાં ફટાકડાની દુકાનોના શટર પડી ગયા છે.
ફટાકડાની તમામ દુકાનો બંધ જોવા મળી
આજરોજ ઘટનાના સતત ચોથા દિવસે સદર બજારમાં ફટાકડા દુકાનો બંધ જોવા મળી હતી. સદર બજારમાં કેટલાક સિઝન સ્ટોરના વેપારી દ્વારા દિવાળી સમયે ફટકાડા વેચવા માટે હંગામી લાયસન્સ લેવામાં આવતું હોય જ્યારે કેટલાક વેપારી કાયમી લાયસન્સવાળા પણ છે. પણ હાલના સમયમાં ફટાકડા વેચનાર તમામ વેપારીઓએ એકસાથે દુકાન બંધ રખાવાનો નિર્ણય લીધો હોય તેમ ફટાકડાની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. સંભવત કેટલાક વેપારી પાસે લાયસન્સ ન હોવાથી દુકાનો બંધ રાખી હોય તો કેટલાક વેપારી પાસે ફાયરને લગતા જરૂરી સાધનો ન હોય અથવા તો ફાયરના જરૂરી નિયમોનું પાલન ન થતુ હોય ત્યારે તેવા સંજોગામાં કાયદાની સંઘર્ષમાં આવવા કરતા ધંધા રોજગાર બંધ રાખવાનું મુનાસીબ સમજી દુકાનો બંધ રાખવામાં આવી હોવાની આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech