છેલ્લા બે વર્ષથી વધુ સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા મક્કમ છે કે તે યુક્રેનને તબાહ કરીને જ રહેશે, જ્યારે યુક્રેન રશિયા સમક્ષ આત્મસમર્પણ કરવા તૈયાર નથી. હવે આ યુદ્ધ તેના સૌથી મુશ્કેલ તબક્કામાં પ્રવેશી ગયું છે કારણકે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પરમાણુ દળોને વિશેષ કવાયત શરૂ કરવાનો આદેશ આપ્યો છે. બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે પુતિને આવી લશ્કરી કવાયત શરૂ કરી છે. પશ્ચિમની આગેવાની હેઠળના નાટો ગઠબંધન હજુ પણ આ વધતા તણાવનો સામનો કેવી રીતે કરવો તે અંગે અનિશ્ચિત છે. યુએસ સહિતના પશ્ચિમી દેશોએ યુક્રેનને લાંબા અંતરની ક્રુઝ મિસાઇલો પ્રદાન કરવાની યોજના બનાવી ત્યારે તણાવ વધી ગયો હતો જે રશિયાની અંદર સુધી ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.
રશિયાએ પશ્ચિમને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પશ્ચિમી સમર્થનનો સાથ લઈને યુક્રેન આવું પગલું ભરશે તો તે પોતાના બચાવ માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું વિચારશે. ક્રેમલિને તેની પરમાણુ નીતિને અપડેટ કરી છે અને સ્પષ્ટતા કરી છે કે પુતિનની મંજૂરીથી આ નીતિ બિન-પરમાણુ દેશો સામે પણ લાગુ થઈ શકે છે.
પરમાણુ કવાયતની શરૂઆત કરતા પુતિને કહ્યું કે અમે બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોના જરૂરી ઉપયોગ સહિત પરમાણુ શસ્ત્રોના ઉપયોગને નિયંત્રિત કરવા માટે અધિકારીઓ દ્વારા કાર્યવાહીનો અભ્યાસ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અત્યંત અસાધારણ પરિસ્થિતિઓમાં જ થશે પરંતુ તેને હંમેશા તૈયાર રાખવા જરૂરી છે. પુતિને એ પણ સ્પષ્ટતા કરી હતી કે, અમે નવા હથિયારોની સ્પધર્મિાં સામેલ થવા માંગતા નથી પરંતુ અમે અમારી પરમાણુ તાકાતને ઉચિત સ્તરે જાળવી રાખીશું.
નાટોએ રશિયા પર ગંભીર આક્ષેપો કયર્િ છે, જેમાં ઉત્તર કોરિયા દ્વારા યુક્રેનમાં લડવા માટે રશિયન સૈનિકો મોકલવાનો સમાવેશ થાય છે. પેન્ટાગોને કહ્યું છે કે ઉત્તર કોરિયાએ રશિયામાં ઓછામાં ઓછા 10,000 સૈનિકો મોકલ્યા છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે આ સંખ્યા 12,000 જેટલી હોય શકે છે. પેન્ટાગોનના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સબરીના સિંઘે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે ડીપીઆરકેએ કુલ 10,000 સૈનિકોને રશિયાના પૂર્વ વિસ્તારમાં તાલીમ માટે મોકલ્યા છે. આમાંથી કેટલાક સૈનિકો યુક્રેનની નજીક આવી ગયા છે અને અમને ચિંતા છે કે રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુક્રેન સામે યુદ્ધમાં કરી શકે છે.પુતિને પોતાના દેશના સંરક્ષણ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ માત્ર રશિયાનો આંતરિક મામલો છે. તેમણે એમ પણ કહ્યું કે જો યુક્રેન નાટોમાં સામેલ થવાનો નિર્ણય કરશે તો રશિયા પણ તેની સુરક્ષા માટે જે જરૂરી હશે તે કરશે. રશિયન સેનાએ તેની તાજેતરની કવાયત દરમિયાન મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ટાવર પ્રદેશમાં પણ તાલીમ લીધી હતી. આ કવાયતમાં યાર્સ ઇન્ટર-કોંટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ) જેવા ઉપકરણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અમેરિકાના દરેક ખૂણે ત્રાટકવામાં સક્ષમ છે. વિશ્વના કુલ પરમાણુ હથિયારોના 88% પર રશિયા અને યુએસનું નિયંત્રણ છે. પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અગાઉ ચેતવણી આપી હતી કે જો રશિયા અને નાટો વચ્ચે સીધો સંઘર્ષ થશે તો તે ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ બની શકે છે.
રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ પરમાણુ યુદ્ધના જોખમ અંગે ચેતવણી આપી છે. પુતિને કહ્યું કે વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને નવા બાહ્ય જોખમો વચ્ચે અમારા માટે તૈયાર અને આધુનિક વ્યૂહાત્મક દળો હોવા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે રશિયા નવી સ્થિર અને મોબાઈલ-આધારિત મિસાઈલ પ્રણાલી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં પ્રક્ષેપણની તૈયારીનો સમય ઓછો છે અને તે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીને પણ હરાવી શકે છે. પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે જો ઉત્તર કોરિયા રશિયાને સમર્થન આપવા માટે સૈનિકો મોકલશે તો અમેરિકા યુક્રેનના હથિયારોના ઉપયોગ પર કોઈ નવી મયર્દિા લાદશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech