રશિયા યુદ્ધ માટે આપી રહ્યું છે ઇમિગ્રેન્ટસની બલિ, 10 હજાર માઈગ્રન્ટ્સની સૈન્યમાં ભરતી

  • June 28, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 2 વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હજુ નિણર્યિક તબક્કા સુધી પહોંચ્યંા નથી. આ યુદ્ધમાં બંને દેશોના ઘણા સ્થાનિક નાગરિકો અને સેનાના જવાનોએ જીવ ગુમાવ્યા છે. રશિયા હાલમાં યુદ્ધ સમાપ્ત કરવાના મૂડમાં નથી, કારણ કે તેણે હવે તેના ઇમિગ્રેન્ટસને સેનામાં ભરતી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. રશિયા પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે, જ્યારે યુક્રેન એક નબળો દેશ હોવા છતાં છેલ્લા બે વર્ષથી રશિયન સેનાનો સામનો કરી રહ્યું છે.
એક વરિષ્ઠ રશિયન અધિકારીએ ગુરુવારે કહ્યું કે રશિયાએ લગભગ 10,000 ઇમિગ્રેન્ટસને યુક્રેન સામે લડવા માટે મોકલ્યા છે, જો કે કેટલાક લોકો એવા છે જેમણે સેનામાં જોડાવાને બદલે દેશ છોડવાનું પસંદ કર્યું છે. રુસ પર યુક્રેનમાં લડવા માટે એક મોટી ભરતી અભિયાન ચલાવવાનો પણ આરોપ છે, જેમાં મધ્ય એશિયાઈ ઈમિગ્રન્ટ્સ પર રશિયન સેનામાં સામેલ થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે.


રશિયાની તપાસ સમિતિના વડા, એલેક્ઝાંડર બેસ્ટ્રીકિને જણાવ્યું હતું કે રશિયા એવા સ્થળાંતર કરનારાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે જેમણે રશિયન નાગરિકત્વ મેળવ્યું છે પરંતુ લશ્કરી સત્તા પાસે નોંધણી નથી કરાવી. અમે 30,000 થી વધુ લોકોને પકડ્યા છે જેમણે નાગરિકતા મેળવી પરંતુ તેઓ લશ્કરી સેવા માટે નોંધણી કરાવવા માંગતા ન હતા, હવે આ ઇમિગ્રેન્ટસને યુક્રેન સામેની કામગીરી માટે રશિયાની યાદીમાં મૂકવામાં આવ્યા છે. તેમણે નાગરિકતા મેળવનારા લોકોના ડેટાબેઝનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે , ’પહેલેથી જ લગભગ 10,000 નાગરિકોને આર્મી મિશનના વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.’ લાખો સ્થળાંતરીત કામદારો જેમાંથી મોટાભાગે મધ્ય એશિયાના છે, તેઓ ઘણા ઓછા પગારની નોકરી કરે છે અને તેમના પરિવારો સાથે ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. તાજેતરના વર્ષોમાં તેમના માટે રશિયન નાગરિકતા મેળવવાનું સરળ બનાવ્યું છે, કેમ કે રશિયા મજૂરોની અછતનો સામનો કરી રહ્યું છે. રશિયન નાગરિકત્વ એ ઘણા લોકો માટે આકર્ષક દરખાસ્ત છે પરંતુ તેઑ સ્થળાંતર કરનારાઓને લશ્કરી સત્તાવાળાઓ પાસે નોંધણી કરાવી સૈન્યમાં સેવા આપવા માટે ફરજ પાડે છે. બેસ્ટ્રીકિને જણાવ્યું હતું કે દેખરેખની વચ્ચે, કેટલાક લોકોએ ધીમે ધીમે દેશ છોડવાનું શરૂ કર્યું છે. માર્ચમાં મોસ્કો શહેરમાં કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલામાં 140થી વધુ લોકોના મોત થયા બાદ રશિયામાં પણ ઈમિગ્રન્ટ વિરોધી વલણ વધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application