મહાનગરપાલિકાના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ટેન્ડર ભરવા પડાપડી

  • April 02, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના ટેન્ડર પ્રસિધ્ધ થતાની સાથે જ દર વખતની જેમ આ વખતે પણ એજન્સીઓએ પડાપડી શરૂ કરી છે, અલબત્ત ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં સિક્યુરિટી ખર્ચમાં મોટો કાપ મુકવામાં આવ્યો હોય પહેલા જેવો કસ રહ્યો નહીં હોવા છતાં એજન્સીઓનો રસ ઓછો થયો નથી.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ કુલ ૨૪ સિક્યુરિટી એજન્સીઓના ૭૫૬ સિક્યુરિટી ગાર્ડ્સ ૩૦૦થી વધુ પોઇન્ટ્સ ઉપર કાર્યરત છે. હવે બજેટમાં સુરક્ષા ખર્ચમાં કાપ મુકતા આ વર્ષે ગાર્ડ અથવા પોઇન્ટની સંખ્યામાં ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. આમ છતાં કોન્ટ્રાકટ મેળવવા અનેક સિક્યુરિટી એજન્સીઓ રેસમાં હોય ટેન્ડર પ્રસિધ્ધ થતાની સાથે જ રાજકીય ભલામણોનો મારો શરૂ થઇ ગયાનું જાણવા મળે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકાની માલ-મિલ્કતનાં રક્ષણ માટે સીક્યુરીટી ગાર્ડ પુરા પાડવા માટે દ્વિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાનાં કામે નક્કી થયેલ લાયાબીલીટી તથા ટેન્ડરની શરતો પુર્ણ કરતી પ્રાઇવેટ સીક્યુરીટી એજન્સીને ઇ-ટેન્ડર પ્રસિધ્ધ કરી આમંત્રિત કરવામાં આવી છે. ટેન્ડર તથા વધુ વિગતો તા.૩-૪-૨૦૨૫ થી તા.૨૪-૪-૨૦૨૫ દરમ્યાન મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી જોઇ શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application