તા.૭ મેના રોજ યોજાયેલી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા તેમના નજીકના પ્રતિસ્પર્ધી વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા, કોંગ્રેસના પ્રદેશ આગેવાન પરેશભાઈ ધાનાણીને તોતિંગ લીડથી પરાજિત કરીને ચૂંટાઈ આવ્યા છે. રાજકોટ બેઠક દાયકાઓથી પરંપરાગત રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે આ ગઢ જાળવી રાખવામાં રૂપાલા સફળ રહ્યા છે.
લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી ભાજપના ઉમેદવાર રૂપાલાના રાજા–રજવાડાઓ સંદર્ભેના નિવેદન અને ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે સમગ્ર દેશમાં ચમકી હતી. આ બેઠક પર કેવું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર હતી. પરંતુ, ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને મળેલી ૩.૯૮ લાખની લીડ કરતા પણ વધુ જંગી લીડથી ભાજપના પુરુસોત્તમ રૂપાલા ચૂંટાઈ આવ્યા છે.
આજે સવારે ૮ વાગ્યાથી કણકોટ ખાતેની એન્જિનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ હતી. પહેલા રાઉન્ડથી જ રૂપાલા આગળ રહ્યા હતા અને છેલ્લ ે સુધી તેની લીડ કાપવાનું કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી માટે શકય બન્યું ન હતું. પ્રથમ રાઉન્ડમાં રૂપાલાને ૪૨,૧૩૪ અને કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીને ૧૬,૪૬૨ મત મળ્યા હતા. બપોરે બે વાગ્યા સુધીમાં ૧૪ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ હતી અને તેમાં રૂપાલાને ૬,૧૨,૦૧૮ અને પરેશભાઈ ધાનાણીને ૨,૫૨,૬૭૪ મત મળ્યા હતા. ૧૪મા રાઉન્ડના અંતે ૮,૯૨,૦૩૯ મતની મતગણતરી પૂરી થઈ હતી અને ૩.૫૦ લાખ જેટલા મત ગણવાના બાકી હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ પોતાની હાર સ્વીકારીને રૂપાલાને અભિનંદન આપી કાઉન્ટીંગ સ્ટેશનમાંથી નિકળી ગયા હતા.
રૂપાલા અને ધાનાણી ઉપરાંત અન્ય ૭ ઉમેદવારો પણ મેદાનમાં હતા. પરંતુ, તેમાંથી કોઈ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકે તેવી સ્થિતીમાં નથી. અપક્ષોને જેટલા મત મળ્યા છે તેના કરતા વધુ મત નોટાને ૧૦,૭૦૮ મળ્યા છે. સામાન્ય રીતે ભાજપ દ્રારા વિજયની ઉજવણી સરઘસ કાઢીને કરવામાં આવતી હોય છે પરંતુ, ગેમ ઝોનમાં બનેલી અિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખી આજે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો ન હતો અને સરઘસ કાઢવામાં આવ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech