મુંબઇ-રાજકોટ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ સુપર ફાસ્ટ સમર સ્પેશ્યલ ટ્રેનને દરરોજ ચલાવવા રેલ્વેમંત્રી સમક્ષ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે હરહંમેશ રજુઆતો કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. ત્યારે રોજ બરોજ વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાજનો રાજકોટ થી મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હોય છે. આ બન્ને શહેરો વચ્ચે અમુક દૈનીક તેમજ અમુક મર્યાદીત સમય માટે ટ્રનો ચાલી રહી છે પરંતુ વિશાળ ટ્રાફિકના કારણે આવી ટ્રેનો ફૂલ પેક રહે છે.
રેલ્વે મંત્રાલય દ્વારા હાલમાં ટ્રેનનં.૦૯૦૦૫ /૦૯૦૦૬ મુંબઈ-રાજકોટ-મુંબઈ તેજસ સુપર ફાસ્ટ સમર સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે જે અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલે છે. આ સમર સ્પેશ્યલ ટ્રેનમાં ખુબ જ ટુંકા ગાળામાં વેઈટીંગ પીરીયડ અને RAC રીઝર્વેશન થઇ ગયેલ હોવાથી તેમજ મુસાફરોને સારી સુવિધા મળતી હોવાથી તેજસ સુપર ફાસ્ટ સમર સ્પેશ્યલ ટ્રેન જે અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલે છે તેને દરરોજ ચલાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ડીઆરયુસીસી મેમ્બર પાર્થભાઇ ગણાત્રા દ્વારા રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, વેસ્ટર્ન રેલ્વે મુંબઈના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા તથા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારને રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે હરહંમેશ રજુઆતો કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. ત્યારે રોજ બરોજ વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાજનો રાજકોટથી મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હોય છે. આ બન્ને શહેરો વચ્ચે અમુક દૈનિક તેમજ અમુક મર્યાદીત સમય માટે ટ્રનો ચાલી રહી છે પરંતુ વિશાળ ટ્રાફિકના કારણે આવી ટ્રેનો ફૂલ પેક રહે છે.