લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લ ા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હા ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટઅન્વયેની દોડમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જેમાં જિલ્લ ા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત જિલ્લ ા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ પણ જોડાયા હતા. વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ આ બાબતે જણાવ્યું હતું કે, સ્વીપ કામગીરીના ભાગરૂપે આજે મોરબીમાં રન ફોર વોટનું એક આયોજન કરવામાં આવ્યું છે. ૭ મી મેના રોજ મોરબી, ટંકારા અને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લ ાના ૧૮ વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની આ પવિત્ર ફરજ અવશ્ય અદા કરે તેવા શુભ આશયી મોરબીમાં આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી વાસીઓ ઉત્સાહભેર આ આયોજનમાં સહભાગી બન્યા છે તે માટે હું જિલ્લા કલેક્ટર તરીકે સૌનો આભાર વ્યક્ત કરું છું અને મોરબી જિલ્લો ૧૦૦ ટકા મતદાન સો આખા દેશમાં પ્રમ આવે તેવી અર્ભ્યના રાખું છું.
મોરબીના ઉમિયા સર્કલ ી શરૂ કરી રવાપર ચોકડી સુધી ૧૫૦૦ મીટર જેટલા અંતરમાં મતદાન જાગૃતિ ર્એ રન ફોર વોટ અન્વયે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટમાં સૌએ નારા, બેનર, પોસ્ટર, ફ્લેગ વગેરે દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, મોરબી સિટી મામલતદાર જસવંતસિંહ વાળા, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા, સિવિલ સર્જન કે.આર. સરડવા સહિત જિલ્લ ા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, એ વન સ્પોર્ટ એકેડમી, યુનિક સ્પોર્ટ એકેડમી તેમજ ન્યુ એરા સ્કૂલના વિર્દ્યાીઓ, જિલ્લ ા રમત ગમત કચેરી હેઠળના ડીએલએસએસખેલાડીઓ તેમજ અન્ય ખેલાડીઓ અને પત્રકારો આ આયોજનમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં ભૂગર્ભ ગટર ઉભરાવા પાછળ લોકોની બેદરકારી જવાબદાર
December 25, 2024 10:46 AMજેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના પ્રોજેક્ટને રદ કરવાની માંગ
December 25, 2024 10:45 AMઅફઘાનના જલાલાબાદમાં ભારતીય દૂતાવાસના સ્ટાફ પર હુમલો, એક મોત
December 25, 2024 10:42 AMદિલ્હી, યુપી અને બિહારમાં ઠંડી અને વરસાદનો કહેર
December 25, 2024 10:40 AMરાજસ્થાનમાં મંદિરે દર્શન કરી પરત ફરતા વડોદરાના પરિવારની કારને બસે ઉલાળી, 5 લોકોના અરેરાટીભર્યા મોત
December 25, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech