રાંચી-સાસારામ ઇન્ટરસિટીમાં આગની અફવા, લોકો ટ્રેનમાંથી નીચે કૂદયા, 3ના મોત, કેટલાક ઘાયલ

  • June 15, 2024 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાંચી-સાસારામ ઇન્ટરસિટીમાં આગ લાગ્યાની અફવા ફેલાવાની વાત સામે આવી હતી. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પોતાની જાન બચાવવા માટે ટ્રેનમાંથી નીચે કૂદી ગયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે કેટલાક ઘાયલ થયાની વાત પણ સામે આવી છે.


બરકાકાના બરવાડીહ રેલ્વે વિભાગ હેઠળ કુમંડીહ રેલ્વે સ્ટેશન નજીક એક ટ્રેન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત અને ઘાયલ થયાના અહેવાલ છે. આ દુર્ઘટના લાતેહાર રેલ્વે સ્ટેશનથી 14 કિમી આગળ કુમંડીહ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. રાંચીથી સાસારામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં આગની અફવા ફેલાઇ હતી. ટ્રેનની સ્પીડ ઓછી થતાં મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી.


આ રીતે સર્જાયો અકસ્માત

આ માહિતી બાદ ટ્રેનની સ્પીડ ત્યારે જ ઘટી હતી જ્યારે કેટલાક લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે સામેથી આવતી માલગાડીની ટક્કરથી ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.


મૃતક મુસાફરોમાંથી બેની ઓળખ ડાલટનગંજના રહેવાસી નંદલાલ શુક્લા અને રોહતાસ જિલ્લાના નસરીગંજના હરિહરગંજ ગામની રહેવાસી મંજુ દેવી તરીકે થઈ છે.


મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. અકસ્માત બાદ ટ્રેનને કુમંડી સ્ટેશનથી 21:42 વાગ્યે રવાના કરવામાં આવી હતી. મહત્વનું છે કે કુમંડીહ સ્ટેશન ધનબાદ ડિવિઝન હેઠળ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application