એનઆરઆઈ સાથે લગ્નના નામે ઠગાઈ અટકાવવા નિયમ લવાશે

  • February 17, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એનઆરઆઈ સાથે લગ્ન કરવાના મોહમાં ઘણી વખત ભારતીયો છેતરાઈ જાય છે. ખાસ કરીને ભારતીય યુવતીઓની છેતરપિંડી થાય છે. આવી સ્થિતિમાં તેમને ન્યાય મળી શકે અને મદદ કરી શકાય તે માટે એનઆરઆઈ સાથેના લગ્નના નિયમો બદલવામાં આવશે. ભારતમાં મેરેજની નોંધણી ફરજિયાત બનાવી શકાય છે. આ માટે નિયમોની ભલામણ કરવામાં આવી છે.

કાયદા પંચે જણાવ્યા પ્રમાણે ભારતીય નાગરિકો સાથે લગ્ન કરતા એનઆરઆઈ માટે કડક નિયમો હોવા જોઈએ. તે પ્રમાણે ભારતીય નાગરિક અનેએનઆરઆઈ અથવા ઓસીઆઈ વચ્ચેના તમામ લનું ભારતમાં રજિસ્ટ્રેશન થવું જોઈએ. ઘણી વખત વિદેશમાં પોતાના જીવન અને સ્ટેટસ વિશે બહત્પ મોટા દાવા કરીને ભારતીય યુવતીઓને ફસાવવામાં આવતી હોય છે અને પછી વિદેશ જતા જ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આ ઉપરાંત એનઆરઆઈ પતિ દ્રારા ભારતીય યુવતીઓને તરછોડી દેવામાં આવતી હોય તેવા કિસ્સા પણ ઘણા નોંધાય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકને તેના અધિકાર મળી શકે તે માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની આગેવાનીમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે એનઆરઆઈ અને ભારતીય યુવક કે યુવતી વચ્ચેના લમાં ઘણી વખત છેતરપિંડી થાય છે. કેટલાક લો બનાવટ જેવા હોય છે જેમાં ખાસ કરીને મહિલાઓની સ્થિતિ કફોડી થઈ જાય છે. નવા કાયદામાં એનઆરઆઈ અને ભારતીય નાગરિક વચ્ચેના લમાં છૂટાછેડા, જીવનસાથીનું ભરણપોષણ, બાળકોની કસ્ટડી અને તેનું ભરણપોષણ તથા સમન્સ કે વોરંટની બજવણી સહિતના મુદ્દા આવરી લેવાયા છે. કાયદા પંચની પેનલે પાસપોર્ટ એકટ ૧૯૬૭માં પણ સુધારા કરવાની ભલામણ કરી છે. તે મુજબ વૈવાહિક સ્થિતિ જાહેર કરવી પડશે, જીવનસાથીના પાસપોર્ટને એકબીજા સાથે લિંક કરવા પડશે અને બંને જીવનસાથીના પાસપોર્ટ પર લગ્ન રજિસ્ટ્રેશન નંબર લખવો પડશે.

આ ઉપરાંત આ પ્રકારના તમામ લગ્નના વિવાદમાં સ્થાનિક અદાલતો પણ ચુકાદો આપી શકશે. ભારતીય નાગરિકના અધિકારના રક્ષણ માટે તથા સંબંધિત પાર્ટીઓના હિતો જાળવવા માટે આ કાયદા બનાવવા જરી છે. આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને તેમનામાં પણ આ વિશે જાગૃતિ લાવવામાં આવશે. વિદેશમાં ભારતીય સંગઠનો સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application