ભારતીય જનતા પાર્ટી દ્રારા છેલ્લ ા ત્રણ મહિનાથી સંગઠન પર્વ શ કરવામાં આવ્યું છે પાંચ ડિસેમ્બર થી શ થયેલ મંડળ પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં નિયત કરાયેલા ૪૦ વર્ષ કે તેથી નાના તથા સક્રિય સભ્ય તરીકે બે ટર્મ પક્ષમાંથી કામ કયુ હોય તેમની પસંદગીના નિયમોમાં દસ દિવસમાં જ ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે નિયમો જાહેર થયાના ગણતરીના દિવસોમાં જ નિયમોનું બાળમરણ થયું છે.તો બીજી બાજુ આગામી દિવસોમાં નવી નવ મહાનગરપાલિકા ઉમેરાતા હવે તમામ મહાનગરપાલિકામાં એકથી વધુ પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે સ્થાનિક સ્વરાયની ચૂંટણી વખતે ૨૦૨૧ માં ઉમેદવારોની પસંદગી વખતે જાહેર કરાયેલા નિયમો માં પણ ફેરફાર કરવો પડો હતો.
ભાજપ સંગઠનમાં થઈ રહેલા ફેરફારમાં મહાનગરોના સીમાંકનને લઈને ખાસ ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં એક જ પ્રમુખના બદલે મહાનગરોને જિલ્લ ા ગણવામાં આવનાર છે ૪૦ વોર્ડ દીઠ એક પ્રમુખ બનાવવામાં આવી શકે છે આની સાથે મહાનગરપાલિકાઓમાં નંબરથી વોર્ડ ની ઓળખ હાલ ચાલી રહી છે તેમાં દેશભકતોને ક્રાંતિવીરોના નામ સાથે જોડવામાં આવશે એટલે કે અમુક નંબર થી ઓળખાતા વોર્ડને વીર ભગતસિંહ વીર ઝાંસીની રાણીના વોર્ડ તરીકે ઓળખવાનો મુદ્દો રાષ્ટ્ર્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવ્યો છે.
લાંબા સમયથી વિલંબિત થઈ રહેલી સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં ઓબીસી અનામત મુજબ રોટેશન અને નવા વોર્ડ સીમાંકનના જાહેરનામા બહાર પડી ગયા છે. હાલ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચાલી રહી છે મતદાર યાદી જાહેર થવાની તૈયારીમાં છે .પરંતુ બે જિલ્લ ા સતર તાલુકા અને પાંચ હજાર જેટલી ગ્રામ પંચાયતો નગરપાલિકાઓની ચૂંટણીઓ નવેમ્બરમાં જાહેર થવાની હતી તે હવે ભાજપના મંડલ બોર્ડ પ્રમુખની વરણી પછી જ જાહેર થાય તેવી અટકરો તેજ બની છે આગામી ગણતરીના દિવસોમાં નવી મતદાર યાદી જાહેર થાય તેવા સંકેત મળી રહ્યા છે. સંગઠન પર્વની કામગીરી સંભાળી રહેલી ટીમ માટે કેટલીક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લ ા બે દિવસથી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે .આ બેઠકમાં ધારાસભ્ય પ્રમુખ મહામંત્રી પાસેથી સેન્સ લેવામાં આવી રહી છે આ બેઠકના સાર પે હવે પક્ષ સત્તાવાર જાહેર કયુ છે કે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના કાર્યકરના નિયમમાં ફેરફાર કરાશે એટલું જ નહીં કોંગ્રેસ સહિતના પક્ષમાંથી ભાજપને વિચારધારા સાથે જોડાઈને સંગઠનનું કામ કરવા માંગતા હશે તેમને પણ પક્ષ તક આપશે તેમ મીડિયા કમિટીના કન્વીનર યજ્ઞેશ દવે જાહેર
કયુ છે.
હાલ મહાનગરો નવા મહાનગરોની રચનાને લઈને નવા સીમાંકનની કામગીરી ચાલી રહી છે થોડા દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે હવે અમદાવાદ સુરત ને બાદ કરતાં મહાનગરો સિવાયના છ મહાનગરોમાં નિરીક્ષકો મંડલ પ્રમુખો માટે સુનાવણીની પ્રક્રિયા શ થઈ છે આ સુનાવણી બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech