દીપિકા-શોએબ સાથે 8 મહિનાના રુહાન કરશે ટીવી ડેબ્યૂ
ઝલક દિખલા જા 11 ના સ્ટેજ પર આ વીકએન્ડ મેકર્સ તમામ કન્ટેસ્ટેન્ટને તેમના પરિવારના સભ્ય સાથે ડાન્સ કરવાની તક આપવામાં આવશે. આ ખાસ અવસર પર શોએબ ઈબ્રાહિમના પુત્ર રુહાન તેનું ટીવી ડેબ્યૂ કરશે. તેના પર્ફોમન્સમાં દીપિકા અને શોએબ તેમની માતા-પિતા બનવાની સફરને ડાન્સ દ્વારા રજૂ કરશે. મલાઈકા અરોરાના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને બે વીક બાદ આ શો તેના વિનરની જાહેરાત કરશે. ઝલક દિખલા જાના લેટેસ્ટ એપિસોડમાં કન્ટેસ્ટેન્ટ તેમના પરિવાર સાથે પર્ફોમન્સ કરતા જોવા મળશે. આ એપિસોડમાં શોએબ ઈબ્રાહિમ માટે ખૂબ જ ખાસ હશે, કારણ કે તેના 8 મહિનાના રુહાન ‘ઝલક દિખલા જા’ની સાથે તેનું ટેલિવિઝન ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. માત્ર શોએબ જ નહીં ઝલકના તમામ કન્ટેસ્ટેન્ટ રુહાનનું આ રિયાલિટી શોના સ્ટેજ પર ‘ગ્રાન્ડ વેલકમ’ કરવાના છે. રુહાન તેની માતા દીપિકા કક્કડ સાથે મળીને પિતા શોએબના પર્ફોમન્સમાં સાથ આપશે. હાલમાં જ આ ડાન્સ પર્ફોમન્સની જાણકારી ફેન્સ સાથે શેર કરતાં શોએબે ફેન્સને ‘ઝલક દિખલા જા 11’નો લેટેસ્ટ એપિસોડ જોવાની અપિલ કરી છે. શોએબનું કહેવું છે કે આ એપિસોડના તેના દિલની ખૂબ જ નજીક છે. ‘અજુનિ’ એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે ‘મારા ઝલકના આ સફરનો સૌથી સ્પેશિયલ એક્ટ છે. કંઈ વધુ નહી કહું, પરંતુ તમે આ એક્ટ જરુર જોવો, તમને બધાને આ એક પિતાની રિક્વેસ્ટ છે.
ભાવુક થયા જજ
જે રીતે સોની ટીવીના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, દીપિકા અને કોરિયોગ્રાફર અનુરાધા સાથે મળીને શોએબ જે ડાન્સિંગ પર્ફોમન્સ કરશે, જે જોઈને જજ ઈમ્પ્રેસ થયા છે.ફરાહ ફાન, મલાઈકા અરોરા અને અરશદ વારસી શોએબનું આ ડાન્સિંગ પર્ફોમન્સ જોઈને ભાવુક થયા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech