રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઈ ગયા બાદ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સાથે સાથે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા કચેરી) દ્વારા પણ તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચેકીંગ કરતી ડા ઓફિસમાં જ ફાયર સેફ્ટી નથી, ફાયર સેફ્ટીના સાધનો નથી અને ફાયર એનઓસી પણ નથી આથી સૌથી પહેલા ડા ઓફિસને સીલ મારવું જોઈએ તેવી માગણી રાજકોટ શહેર કોંગે્રસ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવી છેે. તેમજ આ મામલે શહેર કોંગ્રેસ દ્વારા ડાના અધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગે્રસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો દ્વારા ડાના ચેરમેન, સીઈઓ અને ટીપીઓને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર કોંગ્રેસની માગણી છે કે જો ડા ઓફિસ પાસે પણ ફાયર સેફ્ટીના સાધનો ન હોય કે ફાયર એનઓસી ન હોય તો સૌથી પહેલા ડા કચેરીને જ સીલ મારી દેવું જોઈએ જેથી ત્યાં આવતા અરજદારો અને જાહેર જનતાની સલામતી રહે. આવેદન પત્રમાં ઉમેર્યું છે કે જો ડા પાસે ફાયર એનઓસી હોય તો જાહેર જનતા જોઈ શકે તે રીતે ડિસ્પલેમાં રાખવું જોઈએ. ડા ઓફિસનું બિલ્ડીંગ 40 વર્ષ જૂનું છે અને ફાયર સેફ્ટીના 2023ના લેટેસ્ટ લ્સ મુજબ અપડેટ નથી. શું ડા ઓફિસમાં ફાયર એક્ષ્ટીંગ્યુશર્સ છે? ડા ઓફિસને ફાયર સેફ્ટીના નિયમો લાગુ ન પડે? સહિતના સવાલોના જવાબો માગવામાં આવ્યા છે.
આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ડા કચેરીમાં ક્યારેય સ્ટાફ હાજર હોતો નથી ત્યારે કોઈ મુદ્દે રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પણ એક પ્રશ્ર્ન છે. ડા ઓફિસમાં બે દરવાજા છે જેમાં એક દરવાજો શ્રોફ રોડ તરફ અને બીજો દરવાજો જામનગર રોડ તરફ છે. પરંતુ જામનગર રોડ તરફનો રસ્તો કાયમ બંધ રખાય છે તેવું શા માટે? તેનો ખુલાસો કરશો. તદુપરાંત ડા ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોરમાં મીની ઓડિટોરીયમ બનાવવામાં આવ્યું છે અને તે ઓડિટોરીયમમાં એન્ટ્રી-એક્ઝીટના અલગ દરવાજા નથી તેમજ ઈમરજન્સી એક્ઝીટની કોઈ સુવિધા નથી. ડા ઓફિસમાં બરાબર આજથી એક મહિના બાદ ફરી કોંગે્રસ આવશે અને ફાયર સેફ્ટીની સુવિધાઓ અને સાધનોનું ચેકીંગ કરશે તેથી ત્યાં સુધીમાં બધુ નિયમ મુજબ થઈ જાય તે જોઈ લેશો તેવી ચિમકી પણ આપવામાં આવી છે.
આવેદન પત્રના અંતમાં જણાવ્યું છે કે હાલ ડા કચેરીમાં ચેરમેનની જગ્યા વર્ષોથી ખાલી છે અને પૂરતો સ્ટાફ નથી. ખાલી જગ્યાઓ ભરવા માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. શાસકોની આંતરિક ખટપટના કારણે ચેરમેનની જગ્યા વર્ષોથી ખાલી છે જેના લીધે નાગરિકોને પારાવાર પરેશાની સહન કરવી પડે છે. ડા વિસ્તારના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવા પણ કોર્પોરેશન કચેરીએ જવું પડે છે. ઉપરોકત રજૂઆત વેળાએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ધરમ કાંબલિયા, જશવંતસિંહ ભટ્ટી, દિલીપ આસવાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મેઘજી રાઠોડ, નાગજીભાઈ વિરાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ ઠાકર, ભાવેશ વાઘેલા, સલીમભાઈ કારીયાણી, મહેશભાઈ બુદ્ધવાણી, મયુરભાઈ શાહ, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદત રાવલ, નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, હિરલબેન રાઠોડ, મનીષાબા વાળા, મીનાબેન જાદવ, સેજપાલભાઈ તેમજ મયુરસિંહ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી કચેરી સીલ ન થઈ શકે, જરી તપાસ કરી ઘટતું હશે તેની પૂર્તતા થશે
રાજકોટ મ્યુનિ. કમિશનર કમ ડા ચેરમેન ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું કે ડા ઓફિસ પાસે ફાયર એનઓસી ન હોય તો પણ સરકારી કચેરી સીલ કરી શકાય નહીં જરી તપાસ કરીને ઘટતું હશે તેની પૂર્તતા કરવામાં આવશે. આ માટે અધિકારીઓને જરી સૂચનાઓ આપી દેવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech