રાજકોટ રેલનગર પાસે સાંઇબાબા સોસાયટીમાં એક દિવસ માટે બંધ રહેલા મંડપ સર્વિસના ધર્ંધાીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંી સોના-ચાંદીના દાગીના અને એક લાખ રોકડ સહિત રૂ.૧.૬૮ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં. વેપારી પુત્રના કર માટે સહપરિવાર પાટણના કાતરા ગામે જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર પાસે સાઈબાબા સોસાયટી શેરી નંબર છ અંડર બ્રિજ પાસે રહેતા દીપકભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ. ૩૧) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મંડપ સર્વિસ અને ડેકોરેશનનું કામ કરે છે. ગઈકાલે રાત્રિના બે વાગ્યા આસપાસ ફરિયાદીના પુત્ર માહિર(ઉ.વ.૩) ના માતાજીના કર કરવાના હોય જેી સહ પરિવાર બોલેરો ગાડી બંધાવી પાટણ જિલ્લાના કાતરા ગામે માતાજીના મઢે ગયા હતા અને ઘરને તાળું માર્યું હતું. ત્યારબાદ આજરોજ સવારના ૦૯:૦૦ વાગ્યા આસપાસ માનતા પૂરી કરી ઘરે આવ્યા હતા. અહીં આવી જોતા મેઇન ડેલીમાં તાળું મારેલું હતું પરંતુ અંદર જતા મકાનના મેઈન લાકડાના દરવાજાના નકુચા તાળા સો તોડી નાખ્યા હતા. અંદર જઈ જોતા હોલમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને ડ્રેસિંગના ડ્રોવર ખુલ્લા પડ્યા હતા. જેી ચોરી યાનું માલુમ પડ્યું હતું.બાદમાં મકાનમાં તપાસ કરતા કબાટના દરવાજા ખુલ્લા હોય અંદર લોકરમાં રાખેલા ઘરેણા-રોકડ ચોરી ઈ ગયા અને માલુમ પડ્યું હતું. જેમાં સોનાની બે વીંટી, સોનાનો રુદ્રાક્ષનો પારો, ચાંદીના બે ચેન, ચાંદીનો બ્રેસલેટ, ચાંદીની ત્રણ લક્કી અને રોકડ રૂપિયા એક લાખ સહિત કુલ રૂપિયા ૧,૬૮,૫૦૦ ની મત્તા તસ્કરો ચોરી કરી ગયાનુ માલુમ પડ્યું હતું. જેી આ અંગે તુરંત પોલીસને જાણ કરી હતી. બનાવને લઈ પ્ર.નગર પોલીસ મકના સ્ટાફે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application