જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્રારા ખેડૂત નેતા વિઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં આગામી તા.૨૨ના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લ ૮મા શાહી સમુહ લોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ હંસરાજભાઈ સવજીભાઈ રાદડીયા લેઉવા પટેલ વિધાર્થી ભવન ખાતે લેઉવા પટેલ સમાજની ૩૫૧ દિકરીઓના ભવ્ય લોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
આ શાહી સમુહ લોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, તા.૨૨ના રોજ યોજાનાર આ લાડકડીના ભવ્ય લોત્સવ સમારોહના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ઉદઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા ખાસ હાજર રહેશે.
જયારે લોત્સવની દીપ પ્રાગટય વિધિ માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા (લમી ડાયમડં સુરત), રમેશભાઈ ગજેરા (ભકિત ગ્રુપ સુરત), પરસોતમભાઈ ગજેરા (સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રકચર સુરત), રાજુભાઈ હીરપરા (પ્રમુખ સૌ. લેઉવા પટેલ સમાજ નાથદ્રારા) તેમજ અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસીયા હાજર રહેશે.
જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લોત્સવમાં પ્રથમ વખત ૩૫૧ દિકરીઓ લ જીવનના તાંતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બન્ને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે. અંદાજે દોઢેક લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
સમુહ લમાં જોડાનાર દિકરીઓને ફ્રીઝ, વુડન કબાટ, વિથ ડ્રેસીંગ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાનો દાણા નગં ૪, ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ ૧૨૧ ચીજવસ્તુઓ કરીયાવરમાં ભેટ આપવામાં આવનાર છે. આ સમુહ લોત્સવ માટે દાતાઓએ મન મુકીને દાન આપ્યું છે.
સમુહ લોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, ખજાનચી વિઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેશભાઈ બાલધા, બાંધકામ સમિતિ ચેરમેન કન્યા છાત્રાલય મોહનભાઈ કથીરીયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતીલાલ પાનસુરીયા, અરવિંદભાઈ ત્રાડા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડીયા, મનોજભાઈ રાદડીયા, જશમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરીયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લ ભભાઈ કોટડીયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડીયા, હરીલાલ રાજપરા, વલ્લ ભભાઈ કાછડીયા, જમનભાઈ વાદી, નાથાભાઈ ત્રાડા, લાલજીભાઈ ડોબરીયા, ધીરજલાલ પોંકીયા, હરસુખભાઈ વેકરીયા, ગોપાલભાઈ વઘાસીયા, ભીખાભાઈ અજુડીયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લ ભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરીયા, સવજીભાઈ સોરઠીયા, છગનભાઈ ધાડીયા, રણછોડભાઈ પોંકીયા, વેલજીભાઈ પટોડીયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસીયા, લાલજીભાઈ વેકરીયા, ભગવાનજીભાઈ બાલધા, દીપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલીયા મહેનત કરી રહ્યા છે.
તમામ દાતાઓનું કરાશે સન્માન
લાડકડીના લોત્સવના મુખ્ય દાતા સ્વ. વલ્લ ભભાઈ ખીમજીભાઈ ગજેરા તેમજ ગંગા સ્વ. જયાબેન વલ્લ ભભાઈ ગજેરાના પુત્રો રમેશભાઈ વલ્લ ભભાઈ ગજેરા તેમજ પરસોતમભાઈ વલ્લ ભભાઈ ગજેરા (દાસભાઈ) સહિતનાં નાના મોટા તમામ દાતાઓનું અદકેરૂ સન્માન કરવામાં આવશે.
ખાસ આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરાઈ
લ સમારોહ દરમિયાન ઈમરજન્સી સારવાર માટે રાજકોટની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાતં તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલના સ્ટાફ દ્રારા જરૂરીયાતમદં લોકોનું ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર તપાસી દેવાશે.
લોત્સવના વિવિધ કાર્યક્રમો
લાડકડીના લોત્સવ પહેલા એટલે કે, ૩૧ જાન્યુઆરીને બુધવારે સાંજે ૮ વાગ્યે લ સ્થળે અલ્પાબેન પટેલ તથા સાગરદાન ગઢવીના ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આયોજકો ગણે અનુરોધ કર્યેા છે. તા.૨ના રોજ વિશાળ સમીયાણામાં બપોરે ૨.૩૦ વાગ્યે જાન આગમન થશે. ૩ વાગે ભવ્ય વરઘોડામાં વર કન્યા પરિવારજનો શરણાઈ, બેન્ડના તાલે ઝુમશે. સાંજે ૫ વાગ્યે હસ્ત મેળાપ, ૬ વાગ્યે ભોજ ન સમારંભ, ૮ વાગ્યે કન્યાઓને ભાવભેર વિદાય અપાશે. લોત્સવ દરમ્યાન યોગીતા પટેલ ગ્રુપ દ્રારા લ ગીતોની રમઝટ બોલાવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech