રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર 9 ખનિજો શોધી કાઢ્યા... જાણો આગળ કેવી છે તૈયારી ?

  • August 30, 2023 08:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્યારથી ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની શોધ માટે તેની સપાટી પર ચાલી રહ્યું છે. ચંદ્રયાન 3 એ મંગળવારે ચંદ્ર પર સલ્ફર અને ઓક્સિજન ઉપરાંત એલ્યુમિનિયમ કેલ્શિયમ વગેરે જેવા અન્ય ઘણા તત્વોની હાજરીની પુષ્ટિ કરી હતી.


ચંદ્રયાન-3થી મળેલા ડેટાની વિશેષતા અને તે શા માટે ખાસ છે તે વિશે વાત કરતા, અવકાશ વૈજ્ઞાનિક ટીવી વેંકટેશ્વરને ન્યૂઝ એજન્સીને કહ્યું, કે “હવે રોવરને ચંદ્રની સપાટી પર કેટલાક તત્વો મળ્યા છે. તે વિવિધ સ્થળોએ જશે અને સાંદ્રતાને શોધશે."


રિમોટ સેન્સિંગ ડેટામાં વધશે વિશ્વાસ
વિજ્ઞાની ટીવી વેંકટેશ્વરને વધુમાં જણાવ્યું હતું કે, “ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને અમેરિકન ઓર્બિટર ચંદ્રના આ ક્ષેત્રમાં રિમોટ સેન્સિંગ દ્વારા પહેલાથી જ ખનિજોને મેપ કરી ચૂક્યા છે. પરંતુ આ રિમોટ સેન્સિંગ 100 કિમી દૂરથી કરવામાં આવ્યું છે. આની પુષ્ટિ કરવા માટે, અમારે કેટલીક જગ્યાએ ઉતરવું પડશે. જો દૂરથી એકત્રિત કરવામાં આવેલ ડેટા ચંદ્રની સપાટી પર એકત્રિત કરવામાં આવેલા ડેટા સાથે મેળ ખાય છે, તો રિમોટ સેન્સિંગ ડેટામાં વિશ્વાસ વધુ વધશે."


ચંદ્રયાન 3 એ ચંદ્ર પર આ ખનિજોની કરી શોધ

એલ્યુમિનિયમ
સલ્ફર
કેલ્શિયમ
લોખંડ
ક્રોમિયમ
ટાઇટેનિયમ
મેંગેનીઝ
સિલિકોન
ઓક્સિજન



ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક હાજર તત્વોનું આ પ્રથમ ઇન-સીટુ માપ છે. ચંદ્રયાન 3 એ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન અને આ તત્વોની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application