રેસકોર્સ મેદાનમાં યોજાનાર જન્માષ્ટ્રમી લોકમેળાને કારણે રાજકોટથી જામનગર–દ્રારકા તરફ આવતી જતી તમામ એસટી બસો આગામી શનિવારથી પાંચ દિવસ સુધી રૈયારોડને બદલે કાલાવડ રોડ ઉપરથી ચાલશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી શનિવારથી સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારભં થઇ રહ્યો છે ત્યારે તેના અનુસંધાને રાજકોટ શહેરમાં આવતી જતી એસટી બસના ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય જામનગર, મોરબી તરફથી આવતી એસટી બસો માધાપર ચોકડી, રૈયા ચોકડી, આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક થઇને બસપોર્ટ સુધી આવી રહી છે, પરંતુ આગામી શનિવાર તા.૨૪થી તા.૨૯ ઓગષ્ટ્ર સુધી રેસકોર્સમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ટ્રાફિકજામ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે છ દિવસ માટે એસટી બસ દોઢસો ફટ રિંગ રોડ પરના રૈયા ચોકડી ઓવરબ્રિજ પરથી ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, વિરાણી હાઇસ્કૂલ, ભારત ફાસ્ટફડ, હરિભાઈ હોલ, યાજ્ઞિક રોડ થઇ બસપોર્ટ જશે. એસટી બસના તમામ ડ્રાઇવર– કંડકટરોને શનિવારથી ઉપરોકત નવા ડાયવર્ટ ટ ઉપરથી બસ ચલાવવા સુચના જારી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech