વજન ઘટાડવા મથતા લોકોના મનમાં હંમેશાં એક મોટો પ્રશ્ન આકાર લેતો હોય છે: "પાતળા થવા માટે ઘઉંની રોટલી છોડવી જોઈએ કે સફેદ ભાત?" મોટાભાગના લોકો કોઈ પણ વૈજ્ઞાનિક ગણતરી વગર જ ભાતને વજન વધારનાર માની લે છે અને રોટલીને વધુ હેલ્ધી ગણે છે. પરંતુ, હેલ્થ એક્સપર્ટ્સ અને ડાયેટિશિયનની નજરે આ સરખામણી એટલી સરળ નથી. વજન વધવાનું અસલી કારણ રોટલી કે ભાત નથી, પરંતુ આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી પદ્ધતિ છે.
ઘઉંની રોટલી Vs સફેદ ભાત
પોષણનો અસલી તફાવતબંને અનાજ શરીરમાં અલગ-અલગ રીતે કામ કરે છે
ઘઉંની રોટલી:- સફેદ ભાતની સરખામણીએ ઘઉંની રોટલીમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન હોય છે. ફાઇબર પાચનતંત્ર સુધારે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી ઓવરઈટિંગ (વધુ પડતું ખાવા) ની આદત નિયંત્રિત થાય છે.
સફૅદ ભાત:- ભાત સરળતાથી પચી જાય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (High GI) ઊંચો હોવાથી તે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. જોકે, ઝડપથી પચી જવાને કારણે ભાત ખાધા પછી વહેલી ભૂખ લાગે છે અને જે લોકો પોતાની ભૂખ પર કાબૂ નથી રાખી શકતા, તેઓ સ્નેક્સ ખાવા તરફ વળે છે.
તો પછી રોટલી ખાવાથી પણ વજન કેમ વધે છે?
ડાયેટિશિયનના મતે રોટલી હેલ્ધી હોવા છતાં લોકો તેને ખાવામાં આ ભૂલો કરે છે
વધારાની કેલરી
ઘણીવાર લોકો રોટલી પર વધુ પડતું ઘી, માખણ કે તેલ લગાવીને અથવા કેલરીથી ભરપૂર શાકભાજી સાથે ખાય છે.ખોટો લોટ અને બેઠાડું જીવન: આખા ઘઉંના લોટને બદલે મેંદા જેવા રિફાઇન્ડ લોટની રોટલી ખાવાથી અને તેની સામે શારીરિક મહેનત ન કરવાથી ચરબી વધે છે. સપ્રમાણ ભાત ખાનારી સક્રિય વ્યક્તિ, વધુ પડતી રોટલી ખાનારી બેઠાડું વ્યક્તિ કરતાં વધુ ફિટ રહી શકે છે.
મોટાપાનું અસલી મૂળ
'પોર્શન કંટ્રોલ' નો અભાવકોઈ એક ચોક્કસ ખોરાક ક્યારેય વજન વધારતો નથી. વજન વધવાનું સાચું કારણ ટોટલ કેલરીનું વધુ પ્રમાણ, બેઠાડું જીવનશૈલી, અપૂરતી ઊંઘ, માનસિક તણાવ અને પોર્શન કંટ્રોલ (ખોરાકનું પ્રમાણ) નો અભાવ છે.
એક આદર્શ બેલેન્સ મીલ કેવું હોવું જોઈએ?
કાર્બોહાઇડ્રેટ્સનું મર્યાદિત પ્રમાણ (રોટલી કે ભાત બેમાંથી ગમે તે એક).પ્રોટીનના સ્ત્રોત (દાળ, પનીર, કઠોળ અથવા ઈંડા).ફાઇબરથી ભરપૂર પુષ્કળ શાકભાજી કે સલાડ.સપ્રમાણ માત્રામાં હેલ્ધી ફેટ્સ.
આ લોકોએ કાર્બોહાઇડ્રેટ્સ બાબતે વધુ સાવધ રહેવુંજો તમે નીચેની કોઈ સમસ્યાથી પીડાતા હોવ, તો રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને મોટી પ્લેટ
ભરીને ખાવાની આદતથી બચવું જોઈએ
ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના દર્દીઓ.ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકો.હાઈ કોલેસ્ટ્રોલ કે હાઈ ટ્રાઇગ્લિસરાઈડના દર્દીઓ.
ડાયેટિશિયનની સ્માર્ટ સલાહ:- જો તમે વજન કંટ્રોલ કરવા માંગો છો, તો રોટલી કે ભાત સંપૂર્ણ બંધ કરવાના બદલે બજારમાં મળતા હેલ્ધી વિકલ્પો જેવા કે મલ્ટિગ્રેન રોટલી, બ્રાઉન રાઈસ, રેડ રાઈસ અથવા જુવાર, બાજરી અને રાગી જેવા મિલેટ્સ (જાડું અનાજ) ને ડાયટમાં સામેલ કરી શકો છો.