લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પ્રિય પાત્ર છે દયાબેન. પરંતુ આ પાત્ર છેલ્લા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. સીરિયલમાં દયાબેનને બતાવવામાં આવી રહ્યાં નથી. વાસ્તવમાં દિશા વાકાણી શોમાં દયાબેનનું પાત્ર ભજવી રહી હતી. પરંતુ તે પછી તે વચ્ચે મેટરનિટી લીવ પર ગઈ અને ક્યારેય શોમાં પાછી ફરી નહીં. દિશાએ શો છોડી દીધો છે અને તેના બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે.
શોમાં દયાબેનના પુનઃઆગમનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી દયાબેન સાથે જોડાયેલ એક રહસ્ય જણાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે મેકર્સ આ રોલ માટે 3 વર્ષથી એક છોકરીનું ઓડિશન લઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જેનિફર કહી રહી છે - તે 100 ટકા દયા છે. તેઓ 3 વર્ષથી એક યુવતીનુંઓડિશન લઈરહ્યા છે. તેને દિલ્હીથી બોલાવવામાં આવે છે. એક વાત છે કે તે બહુ નાની છે. તે 28-29 વર્ષની છે. ઉંમરમાં ઘણો તફાવત જોવા મળશે, તેથી જ તે હજુ સુધી ફાઈનલ થઇ નથી. પરંતુ તે એકદમ દયા જેવી જ છે. અમે તેની સાથે મોક ટેસ્ટ પણ શૂટ કર્યો હતો. દિલીપજી, ટપુ સેના બધાના અલગ-અલગ મોક શૂટ હતા. તે છોકરીનો ચહેરો જુદો છે, પરંતુમેક અપ કરીને જો તેને તૈયાર કરવામાં આવે, તો તમે તફાવત કહી શકશો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech