જૂનાગઢમાં આજે તાપમાનમાં વધારો થયો હતો પરંતુ શીતલહરના કારણે ઠંડીમાં ઘટાડો થયો નથી. ગિરનાર પર્વત પર ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનથી રોપવે બધં રહ્યો છે આજે પોષી પૂનમ નિમિત્તે માતાજીના દર્શન કરવા ડોલી અને પગથિયાં ચડી લોકો પહોંચી રહ્યા છે.
જૂનાગઢના તાપમાનમાં સેન્સેકસની જેમ વધઘટ થઈ રહી છે. ગઈકાલે શહેરમાં ૧૦.૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું આજે એક જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી વધી ૧૫.૧ નોંધાયું હતું. તાપમાનમાં વધારો થયો છે પરંતુ સુસ્વાટા મારતા પવનના કારણે ઠંડીમાં ઘટાડો થયો નથી. રાત્રિથી જ પવનના કારણે બારી બારણા ના ગગડાટ સંભળાતા હતા. તો બીજી તરફ ગિરનાર રોપવે પર શહેર કરતાં ૯ ગણી વધુ પવનની ઝડપ રહી હતી. આજે સવારે ગિરનાર પર ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફુકાતા રોપ વે બધં રહ્યો છે.
પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે પહોંચે છે. કેટલાક ભાવિકો રાત્રે જ પહોંચી ગયા હતા તો આજે સવારે જતા પ્રવાસીઓએ ડોલી અને પગથિયાં ચડી પવનની થપાટનો સામનો કરવો પડો હતો. તો બીજી તરફ ગિરનાર પર ૧૦.૧ ડિગ્રી તાપમાનથી પ્રવાસીઓને કાશ્મીરી વાતાવરણનો અનુભવ થયો હતો.આજે નોંધાયેલા હવામાન મુજબ જુનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૧૫.૧, વાતાવરણમાં ભેજ ૬૨ ટકા અને ૭.૪ ની ઝડપે પવન ફંકાયો હતો. ભેજમાં ઘટાડો અને સૂકા પવનના કારણે શહેરીજનોને વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ બે દિવસ પવનની ઝડપ યથાવત રહેશે જેથી ઉત્તરાયણમાં પતગં પ્રેમીઓ ને પતગં ચગાવવા ઠુમકી મારવી નહીં પડે, અને આકાશી પેચનું યુદ્ધ જામશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech