સેન્સેકસમાં જેમ વધઘટ થઈ રહી છે તેમ તાપમાનમાં પણ આજે કડાકો નોંધાયો હતો. જૂનાગઢમા દોઢ સપ્તાહ સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૨થી૧૫ ડિગ્રી આસપાસ રહ્યો હતો. પરંતુ આજે એકાએક તાપમાનમાં વધારો થયો છે. ગઈકાલે શહેરમાં લઘુતમ તાપમાન ૧૫.૧ ડીગ્રી નોંધાયું હતું આજે તેમાં ૭.૭ ડિગ્રીનો વધારો થઈ ૨૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ પવનની તીવ્ર ગતિના કારણે ઠંડી યથાવત રહી છે. તેમાં ગિરનાર ઉપર ૬૫ કિમીની ઝડપે પવન ફંકાતા રોપ–વે બધં કરી દેવો પડો હતો.તાપમાનમાં ફેરફાર થયો છે .પરંતુ પવનની ઝડપમાં પણ વધારો થયો છે. ભેજનું પ્રમાણ પણ ઘટું છે. આજે શહેરમાં ૫.૩ની ઝડપે તેમજ ગિરનાર ઉપર ૬૫ કિમી ઝડપે પવન ફંકાતા વાતાવરણમા ઠંડક અનુભવાઇ રહી છે. ગત રાત્રિથી જ પવનના સુસ્વાટાના કારણે બારી બારણામાં પણ ખખડાટ સંભળાતા હતા.ભેજ ઘટતા સૂકા પવનના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. આજે જૂનાગઢ શહેરમાં નોંધાયેલ હવામાનમાં લઘુત્તમ તાપમાન ૨૨.૮, વાતાવરણમાં ભેજ ૫૭ ટકા અને ૫.૩ ની ઝડપે પવન ફંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech