રોહિત શર્માએ એક મોટી છલાંગ લગાવી છે અને ICC ODI રેન્કિંગમાં નંબર 2 સ્થાન હાંસલ કર્યું છે. 37 વર્ષના રોહિત શર્માએ ICC રેન્કિંગમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ભારતીય કેપ્ટન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતે તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેમાં બાકીના ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્માએ 58 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ બીજી વનડેમાં તેણે 64 રન બનાવ્યા હતા. આ પછી સીરીઝની ત્રીજી અને છેલ્લી વનડેમાં ભારતીય કેપ્ટને 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીથી શરૂ થયેલી આ સીરીઝમાં લગભગ તમામ અન્ય ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા પરંતુ રોહિતે શાનદાર ઇનિંગ રમી હતી.
બાબર આઝમ નંબર વન પર
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ICC ODI રેન્કિંગમાં ટોચના સ્થાને છે. બાબર 824 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે રોહિત શર્મા 765 રેટિંગ સાથે બીજા સ્થાને છે. રેન્કિંગમાં શુભમન ગિલ ત્રીજા અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે. ગિલનું રેટિંગ 763 અને કોહલીનું રેટિંગ 746 છે. રોહિત શર્મા એક સ્થાન ઉપર પહોંચી ગયો છે. અગાઉ હિટમેન ત્રીજા સ્થાને હતો.
રોહિત શર્માની વનડે કરિયર
રોહિત શર્મા અત્યાર સુધી 265 ODI મેચ રમી ચુક્યો છે. આ મેચોની 257 ઇનિંગ્સમાં તેણે 49.16ની એવરેજથી 10866 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન હિટમેને 31 સદી અને 57 અડધી સદી ફટકારી છે. વનડેમાં ભારતીય કેપ્ટનનો હાઈ સ્કોર 264 રન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech