ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકન ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા.
241 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઇનિંગની શરૂઆત કરી હતી. રોહિતે મેચમાં 2 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આટલું જ નહીં, રાહુલ દ્રવિડને પાછળ છોડીને તે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
દ્રવિડને પાછળ છોડી દીધો
- રોહિત શર્મા આજે તેની કારકિર્દીની 264મી વનડે મેચ રમી રહ્યો છે.
- ODIની 256 ઇનિંગ્સમાં તેણે 50 ની એવરેજ અને 92 ની સ્ટ્રાઇક રેટથી 10769* રન બનાવ્યા છે.
- તે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે રાહુલ દ્રવિડને પાછળ રાખી દિધો છે.
- તેના પહેલા દ્રવિડે તેની કારકિર્દીમાં 340 વનડે રમી હતી.
- આ સમયગાળા દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કોચે 314 ઇનિંગ્સમાં 39.15ની સરેરાશ અને 71.18ની સ્ટ્રાઇક રેટથી 10768 રન બનાવ્યા હતા.
ODIમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
સચિન તેંડુલકર: 18426 રન
વિરાટ કોહલી: 13872 રન
સૌરવ ગાંગુલી: 11221 રન
રોહિત શર્મા: 10769* રન
રાહુલ દ્રવિડ: 10768 રન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech