રોહિત શર્મા પોતાની જ ટીમ પર બોજ બન્યો: શું ભારે પડી રહી છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનની ઉંમર?

  • May 10, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોહિત શર્માએ તેના ચાહકોને નિરાશ કર્યા, વર્તમાન સિઝનમાં નિષ્ફળ રહ્યો છે અને મોટો સ્કોર નોંધાવી શકયો નથી




આઇપીએલની ૧૬મી સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવવાની લડાઈ અઘરી બની ગઈ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન પણ અપેક્ષા પ્રમાણેનું રહ્યું નથી. તેમાં પણ કેપ્ટન રોહિત શર્માએ તેના ચાહકોને નિરાશ કર્યા છે. રોહિત શર્મા વર્તમાન સિઝનમાં નિષ્ફળ રહ્યો છે અને મોટો સ્કોર નોંધાવી શકયો નથી. આ સિઝનમાં રોહિત શર્મા રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ અને ડેથ ઓવરની બોલિંગ મુંબઈ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. રોહિત શર્માએ અત્યાર સુધી ૧૦ મેચમાં ૧૮.૩૯ની એવરેજથી ૧૮૪ રન નોંધાવ્યા છે. આ સતત બીજી સિઝન છે યારે રોહિત શર્મા બેટિંગમાં નિષ્ફળ ગયો છે.





મુંબઈ અત્યારે પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે અને જો તેણે આગળ વધવું હોય તો તેના મુખ્ય બેટસમેનોએ સાં પ્રદર્શન કરવું પડશે. આ આઈપીએલમાં રોહિત શર્માની ભૂમિકા ટીમને ઝડપી શઆત અપાવવાની છે. રોહિત શર્મા કેટલીક મેચોમાં આમ કરવામાં સફળ રહ્યો, પરંતુ તેના પ્રદર્શનમાં સાતત્ય જાળવી શકયો નહીં. તેના વહેલા આઉટ થવાથી ટીમના મિડલ ઓર્ડર પર દબાણ વધી રહ્યું છે. રોહિત ગયા વર્ષે પણ આઇપીએલમાં સાં પ્રદર્શન કરી શકયો ન હતો. ગત સિઝનમાં તેણે ૧૪ મેચમાં ૨૬૮ રન નોંધાવ્યા હતા અને તેની ટીમ છેલ્લા સ્થાને રહી હતી.





રોહિત શર્મા પર દબાણ દૂર કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો, પરંતુ આ દાવ પણ સફળ રહ્યો ન હતો. રોહિત શર્મા સતત બીજી મેચમાં ખાતું પણ ખોલી શકયો ન હતો યારે તેના સ્થાને ઈનિંગ્સની શઆત કરનાર કેમેરોન ગ્રીન માત્ર છ રન નોંધાવીને આઉટ થયો હતો. મુંબઈ આ મેચમાં આઠ વિકેટે ૧૩૯ રન જ નોંધાવી શકી હતી અને તેને મોટી હારનો સામનો કરવો પડો હતો. રોહિત શર્માના ફોર્મ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે રોહિતની સમસ્યા ટેકનિકલ નથી પરંતુ માનસિક છે. એક કાર્યક્રમમાં વાત કરતા સેહવાગે કહ્યું હતું કે, 'રોહિત શર્મા બોલરો સાથે નહીં પરંતુ પોતાની સાથે લડી રહ્યો છે. અને તે છે માનસિક અવરોધ. તેની બેટિંગ ટેકનિકમાં કોઈ સમસ્યા નથી. તેના મનમાં કંઈક મૂંઝવણ ચાલી રહી છે. પરંતુ જે દિવસે રોહિત શર્માનું બેટ ચાલશે ત્યારે તે અગાઉની તમામ મેચોની ભરપાઈ કરી દેશે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ત્રીજા નંબર પર પહોંચી મુંબઇ, સાતમા નંબર પર પહોંચી બેંગ્લોર



ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇએ ૬ વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યેા છે. ૨૦૦ રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે માત્ર ૧૬.૩ ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનેથી સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વિજય બાદ મુંબઈ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી તરફ બેંગ્લોરની ટીમ હાર બાદ છઠ્ઠા નંબરથી સાતમા નંબર પર આવી ગઈ છે.
આ શાનદાર જીત બાદ મુંબઈના નેટ રનરેટમાં મોટો ફેરફાર થયો છે. મેચ પહેલા મુંબઈનો નેટ રન રેટ –૦.૪૫૪ હતો અને હવે તે –૦.૨૫૫ થઈ ગયો છે અને મુંબઈના પણ ૧૨ પોઈન્ટ થઈ ગયા છે. મેચ પહેલા બેંગ્લોરની ટીમ ૧૦માંથી ૫ જીત, ૧૦ પોઈન્ટ અને –૦.૨૦૯ નેટ રનરેટ સાથે છઠ્ઠા નંબર પર હતી પરંતુ હવે ટીમ –૦.૩૪૫ નેટ રનરેટ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application