રોહિત-કોહલીને બાંગ્લાદેશના સ્ટાર તરફથી મળી ખાસ ભેટ, વિરાટે કહ્યું- ખૂબ ભાલો...

  • October 03, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ ભારત બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ જીતવામાં પણ સફળ રહ્યું હતું. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઇનિંગ્સમાં આઉટ કર્યો હતો. હવે મેચ પુરી થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ બેટ ભેટમાં આપ્યું છે.


રોહિત અને કોહલીને ખાસ બેટ મળ્યું


મેહદી હસન મિરાજે રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક-એક બેટ ભેટમાં આપ્યું હતું. રોહિત શર્માને બેટ આપતી વખતે મેહદીએ કહ્યું, "હું રોહિત ભાઈ સાથે છું અને મેં તેમને મારી કંપનીનું બેટ ભેટમાં આપ્યું છે. આ મારું સપનું હતું અને હવે હું ખૂબ ખુશ છું."


રોહિતે પણ મેહદીને તેની નવી શરૂઆત માટે અભિનંદન આપ્યા અને કહ્યું, "હું મેહદીને લાંબા સમયથી ઓળખું છું. તે એક મહાન ક્રિકેટર છે અને મને ગર્વ છે કે તેણે પોતાનો બેટનો બિઝનેસ શરૂ કર્યો છે. હું તેને શુભેચ્છા પાઠવું છું અને આશા છે કે તેમની કંપની ખૂબ સફળ થશે."


જ્યારે મેહદી હસન વિરાટ કોહલીને બેટ આપી રહ્યો હતો ત્યારે કોહલીએ બંગાળીમાં કહ્યું હતું કે "MKS બેટ ખૂબ ભલો અચી" જેના પછી બંને હસવા લાગ્યા. ત્યારે વિરાટ કોહલીએ કહ્યું, "આ ખૂબ જ સારું બેટ છે. તમને શુભકામનાઓ. તમે લોકો શાનદાર બેટ બનાવી રહ્યા છો અને બધા ક્રિકેટરો માટે બનાવતા રહો. સારી ક્વોલીટીનો સામાન આપો."


મહેદી હસન મિરાજે પોતાના મિત્રો સાથે મળીને બેટ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. તેનું નામ MKS સ્પોર્ટ્સ છે. મેહદી હસન MKS સ્પોર્ટ્સના સોશિયલ મીડિયા પેજ પર આને લગતી તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application