ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરિવારના મકાનમાં રાત્રિના સમયે તસ્કરોને ત્રાટકી અને ઘરમાં સૂતેલા ૮૦ વર્ષીય વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડથી આશરે ૨૦ કિલોમીટર દૂર માનપર ગામે રહેતા અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા જગાભાઈ ઉર્ફે ભુટાભાઈ કારાભાઈ બેરા નામના ચાલીસ વર્ષના આહીર યુવાને ભાણવડ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તેમના માતા મટુબેન (ઉ.વ. ૮૦) પોતાના ઘરમાં આવેલી ઓસરીના ખાટલા ઉપર સુતા હતા. ત્યારે રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે ચોરી કરવાના ઇરાદે ત્રણ શખ્સો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આશરે ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના આ ત્રણ અજાણ્યા શખ્સોએ ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલા મટુબેનને પકડી રાખીને તેણીએ કાનમાં પહેરેલા રૂપિયા ૪૦ હજારની કિંમતના એક તોલા સોનાના વેઢલા કાઢી લઈને લૂંટ કરીને નાસી છૂટ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ ચલાવીને અંધારામાં ઓગળી ગયેલા આ ત્રણ અજાણ્યા શખ્સો સામે ભાણવડ પોલીસે આઈપીસી કલમ ૩૯૨, ૪૯૭ તથા ૩૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે. રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં થયેલી લૂંટના આ બનાવે સ્થાનિક ગ્રામજનોમાં ભય સાથે ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMજામનગરમાંથી પકડાયો ઊંટગાડીની રેસનો જુગાર
April 25, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech