જૂનાગઢમાં પાઈપલાઈનના બહાને રસ્તાનો કચ્ચરઘાણ: લતાવાસી–વેપારીઓ નારાજ

  • September 10, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા ભર ચોમાસે મિશન તોડ કામ અભિયાન શ કયુ છે.કાળવા ચોકથી માંગનાથ રોડ તરફ જતા  રસ્તાને તોડવાનું શ કયુ છે.જેથી સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડો છે.અવારનવાર થતી ભાંગફોડથી વેપારીઓમાં નારાજગી છવાઈ છે. તહેવારોની સિઝન વખતે જ રસ્તાઓ તોડી નખાતા વેપારીઓના ધંધા રોજગારને પણ અસર પડશે જેથી તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવા પણ માંગ ઉઠી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા ટ્રાફિકથી ધમધમતા મુખ્ય બજાર તરફના રસ્તાને તોડવાનું શ કયુ છે. કાળવા ચોક થી માંગનાથ રોડ તરફ જતા રસ્તાને પાણીની લાઈન નાખવા તોડવામાં આવી રહ્યા છે.અગાઉ ભૂગર્ભ ગટરના કાર્ય માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો.ત્યારબાદ સિમેન્ટથી મઢવામાં આવ્યો હતો.તત્રં દ્રારા હવે પાણીની લાઈન નાખવા ફરીથી રસ્તામાં ભાંગફોડ શ કરવામાં આવી છે.જેથી નવે નવા રસ્તાનો કચ્ચરઘાણ થયો છે.સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ માંગનાથ રોડ વેપારી એસોસિએશન દ્રારા અગાઉ ભૂગર્ભ ગટરના કાર્યનો પણ વિરોધ કર્યેા હતો.અને કામગીરી અટકાવી હતી.પાણીની લાઈન નાખવા રસ્તો તોડવાની કામગીરી થી વેપારીઓમાં નારાજગી છે.પરંતુ તત્રં દ્રારા તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે. જેથી  હાલ તો રસ્તો જેસીબીથી તૂટી રહ્યો છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ ગટરના કારણે રસ્તો તોડવામાં આવ્યો હતો.ત્યાં હવે પાણીની લાઈન નાખવા રસ્તો ઐંડો કરવા કામગીરી શ કરવામાં આવી છે. જેથી વાહન વ્યવહાર બધં થયો છે.ઉપરાંત રાહદારીઓને  ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે.વિસ્તારમાં શાળા પણ આવેલી હોવાથી વિધાર્થીઓની અવરજવર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.બાળકોને શાળા સુધી અવર–જવર માટે પણ મૂકવામાં વાલીઓને તકલીફ પડી રહી છે. નવરાત્રીની સીઝન પણ શ થવામાં હોય જેથી કપડાની પણ ખરીદીનો ધમધમાટ રહેશે ત્યારે રસ્તા તોડાયા બાદ કયારે રીપેરીંગ થશે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયા છે. મહાનગરપાલિકા ના જણાવ્યા મુજબ રસ્તાને ઐંડો કરી રીપેરીંગ કરી આપવામાં આવશે જેથી વેપારીઓ દ્રારા કામગીરી ઝડપી પૂર્ણ કરી રસ્તો બનાવવા પણ માંગ કરી છે હાલ તો ટ્રાફિક થી ધમધમતા મુખ્ય માર્ગ પર અવારનવાર ભાંગફોડથી તંત્રના અણધડ આયોજન સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News