લાખાબાવળ, ચાંપાબેરાજા, મસીતીયાના ગ્રામ્ય વિસ્તારના લોકોને અને ખેડૂતોને થશે મોટી રાહત: નિર્મીત થનાર સી.સી.રોડના કામનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળ આવતા લાખાબાવળ ગામે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ા. 1,82,79,000 ના ખર્ચે નિર્મીત થનાર સી.સી.રોડના કામનો ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.જે કામ પૂર્ણ થયે જામનગર-ખંભાળીયા સ્ટેટ હાઈ-વેથી લાખાબાવળ, ચાંપા બેરાજા, મસીતીયા તથા લાખાબાવળ ગામના પાટીયાથી લાખાબાવળ ગામને જોડતો આંતરિક રસ્તો તથા સરકારી દવાખાનાથી લાખાબાવળ ગામને જોડતા આંતરિક રસ્તા તથા કોઝ-વેની સુવિધાનો સ્થાનિક નાગરીકોને લાભ મળશે.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુ કે લાખાબાવળ ખાતે અંદાજિત પિયા બે કરોડના ખર્ચે મંજૂર થયેલ આ વિકાસ કામો ગ્રામજનોની સુવિધામાં ખૂબ વધારો કરશે. લાંબાગાળા સુધી ટકાઉ એવા સી.સી.રોડની સુવિધા મળતા વર્ષો સુધી આ વિકાસકામોનો નાગરિકો લાભ લઇ શકશે. જામનગર નજીકના ગામડાઓ સુવિધાસભર બને તે માટે માળખાકીય સુવિધાઓના કામો મંજૂર કરી જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ આ દિશામાં ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે શહેરની નજીકના ગામો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.કાર્યક્રમ સ્થળે મંત્રીએ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી અને તે અંગે સત્વરે જરી કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ હેઠળ આવતા લાખાબાવળ-ચાંપા બેરાજા-મસીતીયા રોડથી લાખાબાવળ જવા માટે કાચો માર્ગ આવેલ હતો.તેમજ આસપાસનો વિસ્તાર ખેતરાઉ જમીન વાળો હોય ચોમાસાનાં સમયમાં ગામ સુધી પહોંચવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો.જે બાબત ધ્યાને લઈ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતથી જાડા દ્વારા આ કામને મંજૂરી આપવામા આવેલ છે.આ વિકાસ કામ થકી લાખાબાવળ ગામ તથા આજુ-બાજુની વિકસીત સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી બનશે.આ રસ્તાનું મજબુતીકરણ કરવા માટે તેમજ કોઝ-વે સ્લેબ ડ્રેઈન, પાઈપ ડ્રેઈન, માઈનોર બ્રીજ તથા અંદાજિત 1900 મીટર તથા પહોળાઈ 4/5 મીટરના સંલગ્ન સી.સી.રોડના કામ માટે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા ા. 1,82,79,000 મંજુર કરવામા આવેલ છે. તેમજ આ રસ્તા પર આવેલ હયાત પાઈપના નાળા તેમજ બોકસ કલ્વર્ટને પહોળા કરવા, જરૂરી જગ્યાએ નવા પાઈપના નાળાનાં બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.આ સમગ્ર રસ્તાનાં મજબુતીકરણથી લાખાબાવળ ગામ તથા આસપાસની સોસાયટીઓના અંદાજિત 4373 થી વધુ લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે તેમજ જામનગર શહેર ખાતે અવર-જવરમાં પણ ખુબ સરળતા રહેશે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા જાડાના ઈ. મુખ્ય કારોબારી અધિકારી ડી.એ.ઝાલા, આગેવાન સર્વ કુમારપાલસિંહ રાણા, અજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, નુરમામદભાઈ, જયદિપસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, દિનેશભાઈ કંટારીયા, પ્રદિપસિંહ જાડેજા, લીંબાભાઈ ગમારા, સુરેશભાઈ સહિત બહોળી સંખ્યામાં લાખાબાવળ, ચાંપા બેરાજા તથા મસીતીયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech