પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવાની કામગીરી સંદર્ભે રસ્તો બંધ

  • September 19, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર અખાડા (ચોપાટી ગ્રાઉન્ડ) ી નર્સિંગ હોસ્ટેલ સુધી બંને સાઇડ વોટર ડ્રેઇન બનાવવાનું કામ કરવાનું હોવાી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોરબંદર છાંયા નગરપાલિકા ચીફ ઓફીસરની રજૂઆતને ધ્યાને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. લેડી દવાખાનાી સરકારી હોસ્પીટલવાળા રોડ ઉપર ડો.સુરેશ ગાંધીના દવાખાના સામે, અખાડા (ચોપાટી ગ્રાઉન્ડ) સામે નર્સીગ હોસ્ટેલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાી વૈકલ્પિક ‚ટ ઉપર રસ્તો ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. આ જાહેરનામાની મુદત તા.૧૦-૦૮-૨૦૨૪ના પુર્ણ ઇ ગઇ છે. તેમજ લેડી દવાખાનાી સરકારી હોસ્પિટલવાળા રોડ ઉપર ડો.સુરેશ ગાંધીના દવાખાના સામે રોડ ક્રોસીંગની કામગીરી પુર્ણ ઇ ગઇ છે. પરંતુ અખાડા (ચોપાટી ગ્રાઉન્ડ) સામે નર્સીગ હોસ્ટેલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાી વૈકલ્પિક ‚ટ ઉપર રસ્તો ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દરખાસ્ત કરી હતી, જેી વૈકલ્પિક ‚ટ ઉપર અને શરતોને આધીન વાહનની અવર-જવર કરવા જાહેરનામું બહાર પડાયું છે. 
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી અખાડા (ચોપાટી ગ્રાઉન્ડ) ી નર્સિંગ હોસ્ટેલ સુધી બંને સાઇડ વોટર ડ્રેઇન બનાવવાનું કામ કરવાનું હોય વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને વૈકલ્પિક ‚ટ ઉપરી વાહનો અવર જવર કરવા જણાવ્યું છે.
અખાડા (ચોપાટી ગ્રાઉન્ડ) ી નર્સિંગ હોસ્ટેલ સુધીના કામ કાર્યરત હોય, પોરબંદર શહેરમાંી વિરભનુની ખાંભી તરફ જતા વાહનો માટે જી.એમ.બી સર્કલી નીકળી સરકારી હોસ્પીટલ, જુના ફુવારા, વાડીયા રોડ, નવા ફુવારા ઇ વિરભનુની ખાંભી તેમજ વિરભનુની ખાંભીી આવતા વાહનો માટે નવા ફુવારા, વાડીયા રોડ, જુના ફુવારા અવા નવા ફુવારાી ડો.પારવાણી સાહેબના દવાખાના ઇ લોર્ડઝ હોટલ, રીલાયન્સ ફુવારા ઇ બસ સ્ટેન્ડ સુધી એમ બંને બાજુી અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ કામગીરી ચાલુ હોય તે જગ્યાએી આગળ જે જગ્યાએી ડાઇવર્ઝન આપવાનો તો હોય તે સ્ળ ઉપર સાઇન બોર્ડ મુકવા. જેી વાહન ચાલકને આ રસ્તો બંધ છે તે અંગે પુરતી જાણકારી મળી રહે તેવું પણ જણાવ્યું છે. આ કામ માટે જ‚રી માલ-સામાન લાવવા-લઇ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મોટા વાહનો ગતિ મર્યાદામાં ચલાવવા અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવા આદેશ કરાયો છે. આ જાહેરનામું તા.૧૧ ઓકટોબર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application