બોલિવૂડના કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ લાતુરના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો.આ સાથે કપલે લોકોને ઘરની બહાર નીકળી વોટ કરવા અપીલ પણ કરી.લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે એટલે કે 7મી મેના રોજ મતદાન થઈ રહ્યું છે. દેશના 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ આજે દાવ પર છે. બોલિવૂડના કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ પણ આજે લાતુરમાં મતદાન કરવા માટે મતદાન કરવા પહોંચ્યા હતા.આજે દેશભરમાંથી લોકો અલગ-અલગ પોલિંગ બૂથ પર મતદાન કરવા જઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. અભિનેતા રિતેશ દેશમુખ પણ વહેલી સવારે પોતાની પત્ની જેનેલિયા સાથે વોટ આપવા પહોંચી ગયો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રિતેશ દેશમુખ અને જેનેલિયાએ પોતાનો મત આપ્યો
રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ લાતુરના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો. આ પ્રસંગે અભિનેતા આછા વાદળી રંગનો કુર્તો પહેરીને પહોંચ્યો હતો જ્યારે જેનેલિયા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કપલે લાઈનમાં ઊભા રહીને તેમના વારાની રાહ જોઈ અને પછી પોતાનો મત આપ્યો.
પોતાનો મત આપ્યા બાદ રિતેશ અને જેનેલિયાએ મીડિયાને એક નિવેદન પણ આપ્યું જેમાં તેઓએ દરેકને પોતાના ઘરની બહાર આવીને પોતાનો મત આપવા અપીલ કરી હતી. અભિનેત્રીએ કહ્યું, 'આજનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મતદાન આપણો અધિકાર છે, તેથી આપણે બધાએ મતદાન મથક પર જઈને મતદાન કરવું જોઈએ.'
'હું પણ મુંબઈથી લાતુર આવ્યો...'
રિતેશ દેશમુખને વોટિંગના મહત્ત્વ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે દરેક દેશવાસીઓ માટે મતદાન કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. અભિનેતાએ કહ્યું, 'હું પણ મતદાન કરવા માટે મુંબઈથી લાતુર આવ્યો છું. મતદાન કરવું દરેક દેશવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેકે મતદાન કરવું જોઈએ. હું દરેકને અપીલ કરીશ કે તેઓ તેમના ઘરની બહાર નીકળે અને મતદાન કરે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જાણો શુભ મુહૂર્ત
January 12, 2025 10:48 AMSpaDeX ડોકીંગ મિશન: બંને ઉપગ્રહો એકબીજાથી માત્ર 15 મીટર દૂર, ISRO ઇતિહાસ રચવા ઉત્સુક
January 12, 2025 07:20 AMકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech