રીલ બનાવવા માટે જીવ મુક્યો જોખમમાં,અગાસીએથી લટકીને બનાવ્યો વિડીયો

  • June 20, 2024 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઘેલછામાં લોકો ગાંડપણની ચરમ સીમાએ પહોંચી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને કહેશો કે આ સાવ ગાંડપણ છે. આજકાલ યુવાનો વીડિયો બનાવવાના ઉત્સાહમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેટલાક મિત્રો વીડિયો બનાવવાની ગાંડપણની હદ વટાવી રહ્યા છે. આ વીડિયો પુણેનો જણાવવામાં આવી રહ્યો છે.


આ ઘટના પુણેમાં જાંબુલ વાડી સ્વામી નારાયણ મંદિર પાસે બની હતી. વીડિયોમાં એક યુવતી અને અન્ય બે યુવકો એક બિલ્ડિંગની છત પર ચઢી ગયા હતા. એકના હાથમાં કેમેરો છે અને બીજો બિલ્ડીંગની છત પર સુતો છે અને છોકરીનો હાથ પકડી રહ્યો છે. વીડિયોમાં છોકરી અગાસીએથી લટકતી તરીકે જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.




આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ લોકોએ આ મૂર્ખામીભર્યા પ્રયાસ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું કે આ બેદરકારીના કારણે છોકરીએ પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અન્ય ઈન્ટરનેટ યુઝરે આ વીડિયોની નિંદા કરી અને કહ્યું, "ભગવાન જાણે કે આ દિવસોમાં યુવાનોને શું થઈ ગયું છે..." જ્યારે ઘણા લોકોએ તેને ગાંડપણ ગણાવ્યું અને પોલીસને રીલ સામે પગલાં લેવા કહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application